World Cup 2019: પોતાની પ્રથમ જીત મેળવવા ટકરાશે અફગાનિસ્તાન અને આફ્રિકા
અફગાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા બંન્ને ટીમ હજુ સુધી જીત મેળવી શકી નથી. હવે બંન્ને ટીમ જ્યારે આમને-સામને છે ત્યારે ટૂર્નામેન્ટમાં વિજયી ખાતું ખોલાવવા ઉત્સુક છે.
Trending Photos
કાર્ડિફઃ એવું તો બધાને લાગી રહ્યું હતું કે આફ્રિકા માટે વિશ્વ કપ 2019ના પ્રબળ દાવેદારોમાં સામેલ હોવાનું મુશ્કેલ છે, પરંતુ તે કોઈએ વિચાર્યું નહતું કે ટીમ પ્રથમ ચાર મેચોમાં એકપણ જીત મેળવી શકશે નહીં. તો બીજી આશા હતી કે અફગાનિસ્તાન પોતાની છાપ છોડશે પરંતુ તેમમાં અનુભવહીનતાની કમી જોવા મળી છે. તેવામાં આજે બંન્ને ટીમો આમને-સામને છે તો બંન્ને આ મેચમાં પોતાની પ્રથમ જીતની તક જોઈ રહી છે.
સૌથી નીચે છે બંન્ને ટીમો
પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાન પર રહેલી આ બંન્ને ટીમો જાણે છે કે આ ક્રિકેટ મહાકુંભમાં પ્રથમ જીત હાસિલ કરવાની તેની પાસે સર્વશ્રેષ્ઠ તક છે. આ પ્રથમ વિશ્વકપ છે જ્યારે આફ્રિકા શરૂઆતથી સેમીફાઇનલમાં પહોંચવાનાં દાવેદારોમાં સામેલ નથી. ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને ભારત સામે સતત ત્રણ હાર બાદ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ તેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
અફગાનિસ્તાનની પણ ખરાબ સ્થિતિ
અફગાનિસ્તાનની સ્થિતિ પણ ખરાબ છે. તેને ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો. આ ટીમે શ્રીલંકાને થોડી લડત આપી હતી. અફગાનિસ્તાન પણ આફ્રિકા સામે જીત માટે પ્રયત્ન કરશે. મેચમાં આફ્રિકાનું પલડું ભારે છે, પરંતુ હજુ એક મેચ ન જીતવાને કારણે તેણે પણ મનોબળ બનાવી રાખવાનો પડકાર હશે.
બેટિંગ આફ્રિકાની નબળાઈ
આફ્રિકાની બેટિંગ તેનો નબળો પક્ષ છે. આ સિવાય તેના કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા મુશ્કેલી વધી છે. તેના બેટ્સમેનો રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રદ્દ થયેલી મેચમાં પણ તેણે માત્ર 29 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. અનુભવી અમલા ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તેવામાં કેપ્ટન ફાફ અને ડી કોકની જવાબદારી વધી જાય છે. આ બંન્નેએ અફગાનિસ્તાન વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરવું પડશે.
અફગાનિસ્તાન બોલિંગ પર વધુ નિર્ભર
અફગાનિસ્તાનની ચિંતાનો વિષય પણ બેટિંગ છે. મોહમ્મદ શહજાદ ઈજાને કારણે સ્વદેશ પરત ફરી ગયો છે. તેના બેટ્સમેનો માટે પણ રબાડા અને તાહિરનો સામનો કરવો મુશ્કેલ રહેશે. પોતાના વિરોધીની જેમ અફગાનિસ્તાન પણ તેની બોલિંગ પર વધુ નિર્ભર છે. આ મેચ જીતવા માટે નબી અને રાશિદે શાનદાર પ્રદર્શન કરવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે