પૈસા કમાવવા કુવૈત ગયેલા 5 યુવક ફસાયા, પરિવારજનોએ બચાવવા સરકારને કરી અપીલ

વિદેશની ધરતી પર પૈસા કમાવવાની ચાહતે ઘણા યુવાનોને ઘરથી બેઘર કરી દીધા છે. એજન્ટ્સ દ્વારા ભારતથી લોકો વિદેશ તો જતા રહે છે, પરંતુ ત્યાં જઇને માત્ર મુશ્કેલીઓમાં ફસાઇ જાય છે.

પૈસા કમાવવા કુવૈત ગયેલા 5 યુવક ફસાયા, પરિવારજનોએ બચાવવા સરકારને કરી અપીલ

અજય મહાજન, પઠાણકોટ: વિદેશની ધરતી પર પૈસા કમાવવાની ચાહતે ઘણા યુવાનોને ઘરથી બેઘર કરી દીધા છે. એજન્ટ્સ દ્વારા ભારતથી લોકો વિદેશ તો જતા રહે છે, પરંતુ ત્યાં જઇને માત્ર મુશ્કેલીઓમાં ફસાઇ જાય છે. આવો જ એક કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે એક વીડિયોનું સત્ય જાણવા માટે અમે પઠાણકોટના હલ્કા ભોઆના ગામ માન નંગલમાં પહોંચ્યા, જ્યાં હાજર બે સગા ભાઇઓ કુવૈતમાં ફસાયા હોવાની વાત સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પઠાનકોટ જ નહીં પરંતુ પંજાબના કુલ પાંચ યુવાનોને પૈસા કમાવવાની લાલચ આપી કુવૈત લઇ ગયા, જ્યાં તેઓ હવે રોટલીના બે કોડીયા માટે પણ તરસી રહ્યાં છે. પઠાણકોટના બે સગા ભાઇ સુખવિંદર અને બલવિંદરનો વીડિયો જોઇ માતા-પિતા રડી રહ્યાં છે. પરિવારે સરકારને અપીલ કરી છે કે, કોઇપણ રીતે સરકાર તેમના બાળકોને પરત પોતાના વતન લઇને આવે. સુખવિંદર અને બલવિંદરના પિતાએ સરકારને અપીલ કરી છે કે, તેમના બાળકોની જેમ વધુ ત્રણ બાળકો ત્યાં ફસાયેલા છે. તેમના પરિવાર જનો પણ મુશ્કેલીમાં છે. સરકાર કુવૈતથી પાંચેય બાળકોને પરત લઇ આવે.

તેમણે જણાવ્યું કે, પાંચ બાળકો સાત મહિના પહેલા જ કુવૈત ગયા હતા, ત્યાં તેઓ બધા મુશ્કેલીમાં છે. પાંચેય પાસે છેલ્લા ત્રણ મહિનાથી કોઇ કામ નથી. ઘરે પરત કેવી રીતે આવે, કેમકે એજન્ટે તેમના પાસપોર્ટ છીનવી લીધા છે.

ત્યારે આ મામલે પૂર્વ ધારાસભ્ય સીમા દેવીથી વાક કરી, તો તેમણે કહ્યું કે, અત્યાર સુધી આ મામલે કોઇ જાણકારી નથી. તેમણે કહ્યું હવે આ મામલે કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે અમારા નવા સાંસદ સન્ની દેઓલને તેના વિશે જણાવી શું અને બધા યુવાનોને પરત લાવવાનો પ્રયત્ન કરીશું.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news