World Cup 2019: અફઘાની ખેલાડીઓનો ઈંગ્લેન્ડમાં થયો ઝઘડો, વિવાદ વધ્યો તો બોલાવવી પડી પોલીસ
અફઘાની ખેલાડીઓએ માનચેસ્ટરના એક રેસ્ટોરન્ટમાં વિવાદનો પણ સામનો કરવો પડ્યો હતો. આ ઘટના માનચેસ્ટરમાં યજમાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાનના વિશ્વ કપ મેચ પહેલાની છે.
Trending Photos
માનચેસ્ટરઃ આઈસીસી વિશ્વ કપ 2019મા અફઘાની ખેલાડીઓ માટે કંઇપણ સારૂ ચાલી રહ્યું થની. ગત રાત્રીએ જ્યાં ઈંગ્લેન્ડે તેને 150 રને પરાજય આપ્યો હતો. તો આ પહેલા તેણે માનચેસ્ટરના એક રેસ્ટોરન્ટમાં વિવાદનો પણ સામનો કરવો પડ્યો હતો. આ ઘટના માનચેસ્ટરમાં યજમાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાનની વિશ્વકપ મેચ પહેલાની રાતની છે.
બીસીસી અનુસાર, રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિ ટીમનો વીડિયો બનાવી રહ્યો હતો, જેનો એક ખેલાડીઓ વિરોધ કર્યો હતો. સ્થાનિક પોલીસે જણાવ્યું, 'રાત્રે 11.15 કલાકે પોલીસને ઘટનાની જાણકારી મળી ત્યારબાદ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી અને કોઈની ધરપકડ થઈ નથી. હાલ પૂછપરછ ચાલી રહી છે.'
ઉલ્લેખનીય છે કે મંગળવારે અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં યજમાન ટીમે 150 રનથી મોટી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટે 397 રન બનાવ્યા હતા. જેમાં ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને ઈનિંગ દરમિયાન 17 છગ્ગા ફટકારવાનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ દરમિયાન તેણે 148 રન ફટકાર્યા હતા. જવાબમાં લક્ષ્યનો પીછો કરવા દરમિયાન અફઘઆનિસ્તાનની ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 247 રન બનાવી શકી હતી.
મહત્વનું છે કે વિશ્વકપમાં અફઘાનિસ્તાન પોતાની પાંચેય મેચ હારી ચુક્યુ છે. હવે તેનો સામનો આાગમી મેચમાં 22 જૂને ભારત વિરુદ્ધ થવાનો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે