મહિલા હોકી વર્લ્ડ કપઃ શૂટઆઉટમાં હારી ભારતીય ટીમ, સેમીફાઇનલનું સપનું રોળાયું

ચોથા ક્વાર્ટરમાં બંન્ને ટીમો આક્રમક રમી. 48મી મિનિટમાં ભારત વીડિઓ રેફરલના માધ્યમથી પેનલ્ટી કોર્નર લેવામાં સફળ રહ્યું પરંતુ આયર્લેન્ડની ગોલકીપરે ગોલ બચાવ્યો હતો. 

મહિલા હોકી વર્લ્ડ કપઃ શૂટઆઉટમાં હારી ભારતીય ટીમ, સેમીફાઇનલનું સપનું રોળાયું

લંડનઃ આયર્લેન્ડે ભારતને શૂટઆઉટમાં 3-1થી હરાવી મહિલા હોકી વિશ્વ કપના સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો. ગુરૂવારે મોડી રાત્રે લંડનના લી વૈલી હોકી એન્ડ ટેનિસ સેન્ટરમાં બંન્ને ટીમો વચ્ચે રમાયેલી આ ક્વાર્ટર ફાઇનલ મેચ નક્કી કરેલા સમયમાં ગોલવિહોણો રહ્યો અને મેચ શૂટઆઉટમાં ગયો. 

આયર્લેન્ડ માટે અપટન રોઇસન, મીકે એલિસન અને વાટકિંસ ચોલેએ અંતિમ ત્રણ પ્રયાસમાં ગોલ કર્યા. ભારત માટે એકમાત્ર ગોલ રીના ખોખરે કર્યો. આયર્લેન્ડની ગોલકીપર આયેશા મૈક્ફારેન દીવાલની જેમ ભારતીય ખેલાડીઓની સામે ઉભી રહી. 

સેમીફાઇનલમાં આયર્લેન્ડનો સામનો સ્પેન વિરુદ્ધ થશે. આ હારની સાથે ભારતીય ટીમ બીજીવાર સેમીફાઇનલ રમવાનું સપનું તૂટી ગયું. તે વિશ્વ કપની પ્રથમ સીઝનમાં 1974માં પ્રથમવાર સેમીફાઇનલ રમી હતી. ત્યારબાદ ભારતીય ટીમ ક્યારેય અંતિમ-4માં પહોંચી નથી. 

— Hockey India (@TheHockeyIndia) August 2, 2018

આ મેચમાં બંન્ને ટીમો કોઇને તક આપવા માંગતી ન હતી અને તેથી પોત-પોતાના હાફમાં રમી. આયર્લેન્ડે ભારત પર દબાવ બનાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ અસફળ રહ્યું. ભારતીય ડિફેન્ડ મજબૂતી સાથે ઉભુ રહ્યું. ચોથા ક્વાર્ટરની સમાપ્તિ સુધી બંન્ને ટીમો ગોલ ન કરી શકતા મેચનો નિર્ણય પેનલ્ટૂ શૂટઆઉટ દ્વારા થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news