પંતે મોહાલીમાં કરી ત્રણ ભૂલ, દર્શકોને યાદ આવ્યો ધોની

પંતે ત્રણેય ભૂલ પોતાની કીપિંગ દરમિયાન ચહલની બોલિંગ પર કરી હતી. 

પંતે મોહાલીમાં કરી ત્રણ ભૂલ, દર્શકોને યાદ આવ્યો ધોની

નવી દિલ્હીઃ આમ તો પંત ધોનીને પોતાનો આઇડલ માને છે. તેની જેમ પોતાને બનાવવા ઈચ્છે છે. પરંતુ જ્યારે સમય તેની જેમ કંઇ કરવાનો આવ્યો તો તે ફ્લોપ થઈ ગયો. ધોની જેવું બનવાના ચક્કરમાં તે પોતાની કીપિંગની ફોર્મૂલા ભૂલી ગયો હતો. પરિણામ તે આવ્યું કે, 3 મોટી ભૂલ મેચમાં કરી અને ટીમ ઈન્ડિયાએ આ મેચ ગુમાવવી પડી હતી. ક્રિકેટ ફેન્સે માન્યું કે, ધોની હજુ પણ ટીમની મોટી જરૂરીયાત છે. જુઓ 2 મિનિટના આ વાયરલ વીડિયોમાં. 

પંતે પ્રથમ મોટી ભૂલ ચહલના બોલ પર ખતરનાક ટર્નરનું આસાન સ્ટમ્પિંગને મિસ કરીને કરી. પરંતુ તેને ભૂલ ઓછી બ્લંડર વધુ કહીશું. પંતની આ ભૂલ કેટલી મોટી હતી તેનો અંદાજ ફુટેજમાં કેપ્ટન કોહલીના ચહેરા પર પણ જોઈ શકાય છે. પંતે બીજી ભૂલ પણ ચહલના બોલ પર કરી જ્યારે તેણે ધોની સ્ટાઇલમાં બેટ્સમેનને સ્ટમ્પ આઉટ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ધોનીની જેમ કરવું આસાન નથી. આ જોઈને વિરાટ વધુ ગુસ્સે થયો હતો. પંતની ત્રીજી ભૂલ ખોટા DRSને લઈને હતી. જેમાં તેણે આત્મવિશ્વાસ સાથે ડીઆરએસ માટે ઈશારો કર્યો કેપ્ટન કોહલીએ પણ તેના નિર્ણય સાથે જવું પડ્યું હતું. પરંતુ પરિણામ આવ્યું શૂન્ય. હવે તો વિરાટનો ગુસ્સો સાતમાં આસમાન પર હતો. 

ચહલની બોલિંગ પર તમામ ભૂલ
કમાલની વાત છે કે પંતે ત્રણેય ભૂલ પોતાની કીપિંગ દરમિયાન ચહલની બોલિંગ દરમિયાન કરી હતી. ચહલે ત્રણ તક બનાવી પરંતુ તેનો ફાયદો ન થયો. પરિણામે ચહલ મેચમાં મોંઘો સાબિત થયો અને તેને એકપણ સફળતા ન મળી. 

ધોની હોવાના બે ફાયદા
ટીમ ઈન્ડિયામાં ધોનીની હાજરી કેમ જરૂર છે હવે તે સમજો. એક તો તે હોય ત્યારે વિરાટને ડીઆરએસ લેવામાં કોઈ મુશ્કેલી થતી નથી અને બીજુ કુલદીપ અને ચહલને વિકેટ લેવાનું કામ સરળ થઈ જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news