IPL Final 2023: વરસાદના કારણે મેચ પુરી ન થાય તો કઇ ટીમ બનશે IPL ચેમ્પિયન? આ છે રિઝર્વ ડેના નિયમો

CSK vs GT: IPL 2023 ની ફાઇનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ ટકરાશે. વરસાદ અને ખરાબ હવામાનને કારણે 28 મેના રોજ યોજાનારી આ મેચને રિઝર્વ ડે એટલે કે 29 મેમાં શિફ્ટ કરવામાં આવી હતી.
 

IPL Final 2023: વરસાદના કારણે મેચ પુરી ન થાય તો કઇ ટીમ બનશે  IPL ચેમ્પિયન? આ છે રિઝર્વ ડેના નિયમો

who will win ipl 2023 final if rain?: ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઈનલ મેચ રિઝર્વ ડે (29 મે)ના રોજ યોજાવાની છે. એક તરફ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમું આઈપીએલ ટાઈટલ જીતીને સૌથી વધુ આઈપીએલ ટ્રોફી જીતવાના મુંબઈ ઈન્ડિયન્સના રેકોર્ડની બરોબરી કરવા માંગે છે તો બીજી તરફ હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ બીજી વખત ટ્રોફી જીતવાનો લક્ષ્યાંક રાખશે. મેચ પહેલા એક મોટો પ્રશ્ન એ છે કે જો મેચમાં વરસાદ થશે તો વિજેતા કેવી રીતે જાહેર થશે. ચાલો તમને જણાવીએ.

રિઝર્વ દિવસનો નિયમ શું છે?
રિઝર્વ ડે એટલે કે વરસાદને કારણે મેચ નિયત દિવસે પૂરી ન થાય તો તે મેચ બીજા દિવસે પૂર્ણ કરી શકાય છે. જોકે, જો મેચમાં એક પણ બોલ ન ફેંકાયો હોય તો બીજા દિવસે મેચ નવેસરથી શરૂ થશે. દરેક મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી પરંતુ મોટી ટુર્નામેન્ટની સેમી ફાઈનલ કે ફાઈનલ મેચ માટે રાખવામાં આવે છે. આ જ નિયમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની IPL 2023ની ફાઈનલ માટે પણ લાગુ કરવામાં આવ્યો છે. મેચ 28 મેના રોજ થઈ ન હતી, ત્યારબાદ તેને રિઝર્વ ડેના કારણે 29 મેમાં શિફ્ટ કરવી પડી હતી.

મેચમાં થોડી ઓવર થઈ તો શું થશે?
આ સ્થિતિમાં, મેચ તેના નિર્ધારિત સમયે શરૂ થશે, પરંતુ જો વરસાદ ફરીથી ખલેલ પહોંચાડશે તો 9:35 સુધી રાહ જોવી પડશે. જો તે પછી પણ વરસાદ બંધ નહીં થાય તો તે પછી ઓવરોમાં ઘટાડો શરૂ થશે. મેચમાં પરિણામ માટે ઓછામાં ઓછી 10 ઓવરની રમત હોવી જરૂરી છે. જો કે, તે પણ એક રસપ્રદ ઘટના છે કે જો કોઈ ટીમ પૂરી ઓવર રમે છે અને બીજી ઈનિંગ દરમિયાન વરસાદ આવે છે જેના કારણે મેચ પૂર્ણ થઈ શકતી નથી, તો DLS (ડકવર્થ લુઈસ નિયમ) લાગુ થશે. આ અંતર્ગત મેચના વિજેતાની જાહેરાત કરવામાં આવશે.

જો એક પણ બોલ ફેંકવામાં નહીં આવે તો વિજેતા કોણ હશે?
જો આજે (29 મે) રિઝર્વ ડે પર ફરી વરસાદ પડે અને મેચમાં એક પણ બોલ ફેંકવામાં ન આવે, તો ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને તેમના ચાહકો માટે તે ખૂબ જ નિરાશાજનક ક્ષણ હશે. આવી સ્થિતિમાં લીગ મેચોના આધારે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે જો આપણે IPL 2023ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ગુજરાત ટાઈટન્સની ટીમ 20 પોઈન્ટ સાથે ટોચ પર છે અને આ નિયમ મુજબ તેઓ વિજેતા બનશે.

પ્રેગનેન્સી માટે સૌથી બેસ્ટ ઉંમર કઇ? સફળ પ્રેગનેન્સી માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન
પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ

યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
સૂતી વખતે બ્રા કાઢી નાખવાના ફાયદા સાથે છે ગેરફાયદા, શું બ્રા પહેરવી જરૂરી છે કે નહી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news