Video: મહિલા દિવસ પર પોતાના માતા અને પત્ની માટે કુક બન્યો સચિન તેંડુલકર

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે મહિલા નિમિત દિવસે પોતાની માતા અને પત્ની માટે ભોજન બનાવ્યું હતું. 
 

 Video: મહિલા દિવસ પર પોતાના માતા અને પત્ની માટે કુક બન્યો સચિન તેંડુલકર

મુંબઈઃ જેમ તમે જાણો છો કે ભારત રત્ન, માસ્ટર બ્લાસ્ટર, ક્રિકેટના ભગવાન, રન બનાવવાનું મશીન, પૂર્વ રાજ્યસભા સાંસદ અને ભારતીય એર ફોર્સના ગ્રુપ કેપ્ટન, આ તમામ નામ સચિન તેંડુલકરની સાથે જોડવામાં આવે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે સચિનને સ્વાદિષ્ટ વાનગી પકાવવાનો પણ શોખ છે. આ શોખને કારણે સચિને હોટલ ખોલી હતી. પોતાના શોખને કારણે સચિન ક્યારેક બેટ છોડીને રસોઈમાં પોતાની કળા દેખાડતો જોવા મળે છે. પોતાના આ શોખને કારણે વિશ્વ મહિલા દિવસના અવસર પર પોતાના માતા અને પત્ની અંજલી માટે સચિને ખાસ કરીને રિંગણનો ઓળો પોતાના હાથથી બનાવ્યો છે. તેણે ન માત્ર રિંગણનો ઓળો બનાવ્યો પરંતુ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યો છે. 

સચિન દ્વારા અપલોડ કરાયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છે કે સચિન કઈ રીતે પોતાના હાથથી કિચનમાં રિંગણનો ઓળો બનાવે છે. તેણે ઓળો બનાવીને પોતાના માતાને ટેસ્ટ પણ કરાવ્યો હતો. પોતાના પુત્રના હાથે બનેલા ઓળો ટેસ્ટ કરીને માતાએ તેની પ્રશંસા પણ કરી હતી. આ વીડિયોમાં સચિન પોતાના બાળપણમાં માતાના હાથે બનેલા ઓળાને પણ યાદ કરે છે. મહત્વનું છે કે, સચિન મહિલાઓનું સન્માન કરે છે અને દરેક સમયે તે માટે તૈયાર રહે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news