ક્રેગ બ્રેથવેટની બોલિંગ એક્શન પર સવાલ, ICCને ફરી મળી ફરિયાદ

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રેગ બ્રેથવેટની પાછલા સપ્તાહે સોમવારે ભારત વિરુદ્ધ પૂરી થયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન શંકાસ્પદ બોલિંગ એક્શન માટે ફરિયાદ કરવામાં આવી છે. 

ક્રેગ બ્રેથવેટની બોલિંગ એક્શન પર સવાલ, ICCને ફરી મળી ફરિયાદ

દુબઈઃ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રેગ બ્રેથવેટની પાછલા સપ્તાહે સોમવારે ભારત વિરુદ્ધ પૂરી થયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન શંકાસ્પદ બોલિંગ એક્શન માટે ફરિયાદ કરવામાં આવી છે. 

આઈસીસીની અખબારી યાદી અનુસાર મેચ અધિકારીઓની રિપોર્ટમાં આ મેચ દરમિયાન આ 26 વર્ષીય બોલરની એક્શનમાં કાયદેસરતાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી અને આ રિપોર્ટને વેસ્ટ ઈન્ડિઝ મેનેજમેન્ટને સોંપી દેવામાં આવ્યો છે. 

નિષ્ણાંત ઓપનિંગ બેટ્સમેન બ્રેથવેટ પાર્ટટાઇમ ઓફ સ્પિન બોલિંગ કરે છે અને આ પહેલા ઓગસ્ટ 2017મા બર્મિંઘમમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પણ શંકાસ્પદ બોલિંગ એક્શન માટે તેની ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ સ્વતંત્ર વિશ્લેષણ બાદ તેને બોલિંગ કરવાની મંજૂરી મળી હતી. 

બ્રેથવેટની બીજીવાર ફરિયાદ હોવાને કારણે તેણે 14 સપ્ટેમ્બર સુધી આગળના પરિક્ષણનો રિપોર્ટ સોંપવો પડશે. પરીક્ષણનું પરિણામ આવ્યા સુધી તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરવાની છૂટ હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news