CoAએ બીસીસીઆઈના સચિવ ચૌધરીને પાઠવી કારણ દર્શાવો નોટિસ
વહીવટી સમિતિએ કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીને કારણ દર્શાવો નોટિસ પાઠવી છે. ચૌધરીએ આઈસીસી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં ભાગ ન લીધો હતો. સીઓએએ તેના પર જવાબ માગ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિ (CoA)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)અને એશિનય ક્રિકેટ પરિષદ (ACC)ની બેઠકમાં ભાગ ન લેવાના મામલામાં બોર્ડના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીને કારણ દર્શાવો નોટિસ પાઠવી છે.
સીઓએએ ચૌધરીને પૂછ્યું કે તે જણાવે આઈસીસી અને એસીસીની બેઠકથી દૂર રહેવા પર તેમની વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરવામાં આવે. મીડિયાની પાસે રહેલા પત્રમાં સીઓએએ ચૌધરીને કહ્યું કે, આઈસીસી અને એસીસીમાં બીસીસીઆઈના પ્રતિનિધિ હોવા છતાં પણ તેમણે સીઓએના એજન્ડાને બેઠકમાં કેમ ન ઉઠાવ્યો?
સીઓએએ ચૌધરીને કહ્યું કે, જાણ કર્યા વગર બંન્ને બેઠકોમાં સામેલ ન હોવાને કારણે બીસીસીઆઈનો કોઈપણ પ્રતિનિધિ ભાગ ન લઈ શક્યો. સીઓએએ પોતાના પત્રમાં કહ્યું કે, આઈસીસીની બેઠક આ વર્ષે 14થી 20 જુલાઈ લંડનમાં થઈ હતી, જ્યારે એસીસીની બેઠક 3 સપ્ટેમ્બરે બેંગકોંગમાં થઈ હતી.
ચૌધરીને રવિવારથી સાત દિવસની અંદર કારણ દર્શાવો નોટિસનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. સાથે તેને પૂછવામાં આવ્યું છે કે તેની વિરુદ્ધ કેમ કાર્યવાહી ન કરવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે