CSKમાં 60 વર્ષના વૃદ્ધ નથી, 32થી 35 વર્ષના યુવા છેઃ ડ્વેન બ્રાવો

બ્રાવોએ કહ્યું, અમે અમારી ઉંમરને સારી રીતે જાણીએ છીએ. અમારે જે ઉંમર છે તે જ છે અને તમે ગૂગલ પર ચર્ચ કરી શકો છો, પરંતુ આ કોઈ મુદ્દો નથી. અમે 60 વર્ષના વૃદ્ધ નથી.
 

CSKમાં 60 વર્ષના વૃદ્ધ નથી, 32થી 35 વર્ષના યુવા છેઃ ડ્વેન બ્રાવો

નવી દિલ્હીઃ ડ્વેન બ્રાવોને સમજાતું નથી કે, જ્યારે પણ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ જીત મેળવે છે તો ઉંમર સંબંધી વાત કેમ ઉઠવા લાગ છે, કારણ કે તેનું માનવું છે કે, અનુભવનું વધુ મહત્વ હોય છે. 

ચેન્નઈએ મંગળવારે આઈપીએલ મેચમાં દિલ્હી કેપિટલ્સને છ વિકેટથી પરાજય આપ્યો હતો. જ્યારે મેચ બાદ સંવાદદાતા સંમેલનમાં બ્રાવોને ઉંમર સંબંધિત સવાલ પૂછવામાં આવ્યો, તો તે આ મુદાને લઈને ટીમની ટીક્કા કરનારાને જવાબ આપવાનું ચૂક્યા નહીં. 

બ્રાવોએ કહ્યું, અમે અમારી ઉંમરને સારી રીતે જાણીએ છીએ. અમારે જે ઉંમર છે તે જ છે અને તમે ગૂગલ પર ચર્ચ કરી શકો છો, પરંતુ આ કોઈ મુદ્દો નથી. અમે 60 વર્ષના વૃદ્ધ નથી. અમે 32થી 35 વર્ષના ખેલાડી છીએ. અમે હજુપણ જુવાન છીએ. અમે અમારા શરીરનું ધ્યાન રાખીએ છીએ અને અમારી પાસે વધુ અનુભવ છે. 

Perks of having a bunch of mature, experienced heads in the @ChennaiIPL side! #VIVOIPL pic.twitter.com/ERbGD2OpYN

— IndianPremierLeague (@IPL) March 27, 2019

બ્રાવોએ કહ્યું કે, ચેન્નઈ માટે મુશ્કેલ પરિસ્થિતિમાં તેનો અનુભવ અને વિશ્વના સર્વશ્રેષ્ઠ કેપ્ટનનો સાથ ખુબ કામ આવે છે. વેસ્ટઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું, કોઈપણ રમતમાં, કોઈપણ ટૂર્નામેન્ટમાં, તમે અનુભવને ન હરાવી શકો. 

અમે અમારી નબળાઈ જાણીએ છીએ અને અમે ચતુરાઈ સાથે રમીએ અને અમારી આગેવાની વિશ્વનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન કરે છે. તે (ધોની) અમને યાદ અપાવતો રહે છે કે અમારી ટીમ સૌથી ઝડપી નથી, પરંતુ સૌથી અનુભવી છે. 

— IndianPremierLeague (@IPL) March 27, 2019

બ્રાવોને પૂછવામાં આવ્યું કે, શું ધોનીની સાથે બેટિંગ કરવાને લઈને કોઈ રણનીતિ હોય છે, અમારી કોઈ રણનીતિ નથી હોતી. અમે ટીમ બેઠક કરતા નથી. અમે મેદાન પર આવીને અમારૂ કામ કરીએ છીએ. ધોનીની પોતાની શૈલી છે અને પ્રત્યેક ખેલાડીની પોતાની શૈલી છે. અમે પરિસ્થિતિને જોઈને તેની સાથે તાલમેલ બેસાડીએ અને અહીં અનુભવ કામ આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news