વિરેન્દ્ર સહેવાગે આ ખેલાડીને કહ્યો પાકિસ્તાનનો ‘સચિન તેંડુલકર’

વિરેન્દ્ર સહેવાગે ગલ્ફ ન્યૂઝના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પાકિસ્તાન સીરીઝ પહેલા અમારી ટીમમાં દરેક વ્યક્તિ સચિન તેંડુલકર અને શાહિદ અફરીદીની વિશે વાત કરતા હતા.

વિરેન્દ્ર સહેવાગે આ ખેલાડીને કહ્યો પાકિસ્તાનનો ‘સચિન તેંડુલકર’

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે પાકિસ્તાનની ટીમમાં ‘સચિન તેંડુલકર’ તરીકે એક ખેલાડીની ઓળખ કરાવી છે. હાલમાં જ વિરેન્દ્ર સહેવાગે ગલ્ફ ન્યૂઝના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પાકિસ્તાન સીરીઝ પહેલા અમારી ટીમમાં દરેક વ્યક્તિ સચિન તેંડુલકર અને શાહિદ અફરીદીની વિશે વાત કરતા હતા. એક ખેલાડીના રૂપમાં તે એવો ખેલાડી છે જે રીતે અમારા માટે સચિન તેંડુલકર છે. એટલે કે શાહિદ અફરીદી પાકિસ્તાન માટે તેંડુલકર જેવો ખેલાડી છે.

વિરેન્દ્ર સહેવાગે ભારત-પાકિસ્તાન વચ્ચે સીરીઝ પર ભાર આપતા કહ્યું હતુ કે, દરેક ભારતીય અને પાકિસ્તાની બન્ને દેશો વચ્ચે ક્રિકેટ મેચ રમાય તે પસંદ કરતો હોય છે. અમે ક્રિકેટરના રૂપમાં મેચ જોવાની પસંદ કરતા હોય છે. આશા કરીએ છે કે બન્ને દેશોની સરકાર તેના માટે પ્રયાસ કરવી જોઇએ.

તેણે કહ્યું હતું કે, પાકિસ્તાન સીરીઝથી મારી ઘણી યાદો જોડાયેલી છે. મુલ્તાનમાં લગાવેલી ટ્રિપલ સેન્ચ્યૂરી, લાહોરમાં બેવડી સદી અને કોચ્ચિ વન-ડેમાં સદી. તમને જણાવી દઇએ કે વિરેન્દ્ર સહેવાગ અને સચિન તેંડુલકર 93 વન-ડેમાં ભારત માટે ઓપનિંગ કરી અને 42.13ની સરેરાશથી 3919 રન બનાવ્યા છે. બન્નેની વચ્ચે 12 વખત 100 અથવા તેનાથી વધારે અને 18 વખત 50 અથવા તેનાથી વધારે રનોની ભાગીદારી હતી.

શાહીદ આફરીદીનો ઇન્ટરનેશનલ રેકોર્ડ
શાહીદ અફરીદીએ 27 ટેસ્ટ મેચ રમીને 36.51ની સરેરાશથી 1716 રન બનાવ્યા છે. ત્યારે, તેણે 389 વન-ડેમાં 23.57ની સરેરાશથી 8065 રન બનાવ્યા છે. અફરીદીએ 99 ટી-20 મેચોમાં 17.92ની સરેરાશથી 1416 રન બનાવ્યા છે.

पाकिस्तान के लिए 398 वनडे मैच खेलने वाले इस क्रिकेटर ने कहा, मुझे टेस्ट क्रिकेट पसंद नहीं

સચિન તેંડુલકરનો ઇન્ટરનેશનલ રેકોર્ડ
પોતાના ક્રિકેટ કરિયરમાં સચિન તેંડુલકરે 200 ટેસ્ટ મેચ રમ્યો છે. જેમાં 15921 રન બનાવ્યા થે. તેમાં 21 સદી અને 68 ફિપ્ટી પણ શામેલ છે. 463 વન-ડે મેચોમાં તણે 49 સદી અને 96 ફિફ્ટી મારી ચુક્યા છે. તેમાં તેણે18426 રન બનાવ્યા છે. કુલ ટોટલ ઇન્ટરનેશનલ ક્રેકટમાં સચિને 34357 રન બનાવ્યા છે. 40 વર્ષના વન-ડે ક્રિકેટમાં સચિન પ્રથમ ખેલાડી હતો, જે પ્રથમ વખત 200ના આંકડાએ પહોંચ્યો હતો.

Sachin Tendulkar

તમને જણાવી દઇએ કે, ક્રિકેટમાં ઓપનિંગ ભાગીદારીમાં આ બન્નેના નામ ચૌથા નંબર પર આવે છે. વિરેન્દ્ર સહેવાગે 104 ટેસ્ટમાં 8586 રન બનાવ્યા છે. તેની સરેરાશ 49.34 રહી છે. તેણે 24 સદી અન 32 ફિફ્ટી મારી છે. જ્યારે સચિને 200 ટેસ્ટમાં 53.78ની સરેરાશ પર 15921 રન બાનાવ્યા છે. સંજોથી સચિન, સૌરવ ગાંગુલીની સાથે આ યાદીમાં ટોપ પર છે. ભારતના આ બે પૂર્વ કેપ્તાનોએ 136 વન-ડેમાં ઓપનિંગ કરતા 49.32ની સરેરાશથી 6609 રન બનાવ્યા છે. સચિન અને ગાંગુલીની 2100થી વધારે રન અને 23 વખત 50થી વધારે રનોની ભાગીદારી નોંધાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news