શું આગામી બર્થડે સુધી Sachin Tendulkar ના રેકોર્ડને તોડી શકશે Virat Kohli?

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આજે પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં થયો હતો. કોહલી આજના જમાનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે.

શું આગામી બર્થડે સુધી Sachin Tendulkar ના રેકોર્ડને તોડી શકશે Virat Kohli?

નવી દિલ્હી: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આજે પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં થયો હતો. કોહલી આજના જમાનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. પોતાના કેરિયરમાં ઘણી  તેમણે ઘણી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. રન મશીન કહેવાતા આ સ્ટાર પ્લેયરનું બેટ જ્યારે બોલે છે તો સારા સારા બોલરોની લાઇન લેંથ બગડી જાય છે. 

ઓગસ્ટ 2008, માં વિરાટ કોહલી (Virat Kohli)એ પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયરના આગાઝ કર્યા હતા અને ત્યારથી માંડીને આજસુધી તેમણે પાછળ વળીને જોયું નહી.  

12 વર્ષના પોતાના કેરિયરમાં વિરાટ કોહલીએ ઘણા વિરાટ રેકોર્ડ્સ પોતાના નામે કરવામાં આવ્યા છે. એટલું જ નહી આ ખેલાડી પોતાની મહેનતથી આ સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યાં તેમની તુલના સચિન તેંડુલકર (Sachin Tendulkar) જેવા દિગ્ગજ ખેલાડી સાથે કરવામાં આવે છે અને કેમ ન થાય વિરાટ ક્રિકેટરના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના રેકોર્ડના એકદમ નજીક છે અને જલદી જ તેને તોડી પણ દેશે. 

ભારતીય કેપ્ટન જે લયમાં બેટીંગ કરી રહ્યા છે તે જલદી જ સૌથી વધુ વનડે સદી પુરી કરનાર બેટ્સમેન થઇ જશે. અત્યારે વિરાટ ફક્ત સચિનની પાછળ છે. સચિન તેંડુલકરે પોતાના કેરિયરમાં 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે જેમાં 51 ટેસ્ટ અને 49 વનડે સદી સામેલ છે. તો બીજી તરફ હવે વિરાટ સચિનના આ રેકોર્ડની ખૂબ જ નજીક પહોંચ્યા છે. વિરાટ કોહલીના નામે વનડેમાં 43 સદી ફટકારી છે. 

આ પહેલાં પણ વિરાટ કોહલી (Virat Kohli) સચિન  તેંડુલકર (Sachin Tendulkar) નો એક રેકોર્ડ તોડી ચૂક્યા છે. વિરાટ કોહલી વનડેમાં સૌથી ફાસ્ટ 10 હજાર રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે. વિરાટ કોહલીએ 213 વનડે મેચોની 2095 ઇનિંગમાં કારનામું કરી બતાવ્યું છે. તો બીજી તરફ સચિને 259 ઇનિંગમાં 10 હજાર રન બનાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news