INDvsWI: વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી ટેસ્ટ જીતશે તો દેશનો નંબર-1 કેપ્ટન બની જશે કોહલી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ 30 ઓગસ્ટથી રમાશે. ભારત પ્રથમ મેચ જીતી ચુક્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ રજાઓ માણીને ભારતીય ટીમ મેદાન પર પરત ફરી છે. ભારતીય ટીમ હવે 30 ઓગસ્ટથી શરૂ થનારી બીજી ટેસ્ટ માટે તૈયારી કરી રહી છે. આ ભારત-વિન્ડીઝ સિરીઝની છેલ્લી મેચ છે. ભારતની પાસે આ મેચ જીતીને કે ડ્રો રમીને સિરીઝ પોતાના નામે કરવાની તક છે. ટીમ સિવાય ભારતીય ક્રિકેટર ખાસ કરીને વિરાટ કોહલીની પાસે એક એવો રેકોર્ડ બનાવવાની તક છે, જેથી તે દેશનો નંબર-1 કેપ્ટન બની જશે.
વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે અત્યાર સુધી 47 ટેસ્ટ મેચ રમી છે. તે ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ મેચોમાં આગેવાની કરવાના મામલામાં સંયુક્ત રૂપથી ત્રીજા નંબર પર છે. આ સિવાય મોહમ્મદ અઝહરુદ્દીન અને સુનીલ ગાવસ્કરે 47-47 ટેસ્ટ મેચોમાં ટીમની કમાન સંભાળી હતી. એમએસ ધોની આ મામલામાં પ્રથમ સ્થાને છે. તેણે 60 અને સૌરવ ગાંગુલીએ 49 મેચોમાં ટીમની કમાન સંભાળી હતી.
વિરાટ કોહલી સૌથી વધુ મેચોમાં આગેવાની કરવામાં ભલે સંયુક્ત રૂપે ત્રીજા સ્થાને હોય. પરંતુ તે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાના મામલામાં સંયુક્ત રૂપથી પ્રથમ સ્થાને છે. ભારતે વિરાટની આગેવાનીમાં 27 ટેસ્ટ મેચ જીતી છે. એમએસ ધોની પણ ભારતને કેપ્ટન તરીકે આટલી મેચોમાં વિજય અપાવી ચુક્યો છે. જો ભારત 30 ઓગસ્ટથી શરૂ થતી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવે છે, તો તે વિરાટની આગેવાનીમાં ભારતની 28મી જીત હશે. આમ થતાં તે દેશનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બની જશે.
વિરાટની આગેવાનીમાં 57% મેચ જીત્યું ભારત
જો આપણે ટકાવારીની વાત કરીએ તો વિરાટ કોહલી અહીં પણ દેશમાં સૌથી સફળ કેપ્ટન છે. ભારતે તેની આગેવાનીમાં 57.44% મેચ જીત્યું છે. આ મામલામાં એમએસ ધોની (45 ટકા) બીજા અને સૌરવ ગાંગુલી (42.85%) ત્રીજા નંબર પર છે. જ્યારે અમે ટકાવારીમાં જીતની વાત કરીએ તો માત્ર તે કેપ્ટનોને સામેલ કરવામાં આવ્યા છે, જેણે ઓછામાં ઓછી પાંચ મેચોમાં આગેવાની કરી છે. અંજ્કિય રહાણે અને રવિ શાસ્ત્રીનો જીતનો રેકોર્ડ 100 ટકા છે. પરંતુ રહાણેએ માત્ર બે અને શાસ્ત્રીએ માત્ર એક મેચમાં સુકાન સંભાળ્યું છે. તેથી આ બંન્નેના રેકોર્ડને અપવાદ માનવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે