INDvsWI: વિરાટ કોહલીએ હૈદરાબાદમાં બનાવ્યો વધુ એક રેકોર્ડ, મિસ્બાહને છોડ્યો પાછળ

વિરાટ કોહલીએ હૈદરાબાદમાં ભારતની પ્રથમ ઈનિંગ દરમિયાન 5 બાઉન્ટ્રી ફટકારી, પરંતુ તે અર્ધસદી ચુકી ગયો હતો. 
 

 INDvsWI: વિરાટ કોહલીએ હૈદરાબાદમાં બનાવ્યો વધુ એક રેકોર્ડ, મિસ્બાહને છોડ્યો પાછળ

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ 45 રન બનાવ્યા હતા. 45 રનની સાથે તે બેટિંગમાં એશિયાનો સૌથી શાનદાર કેપ્ટન બની ગયો છે. જ્યારે તેણે 27 રન બનાવ્યા તો પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હકનો કેપ્ટનના રૂપમાં સૌથી વધુ રન બનાવવાનો એશિયન કેપ્ટનનો રેકોર્ડ તોડી દીધો હતો. 

કેપ્ટનના રૂપમાં વિરાટ કોહલીએ શનિવારની ઈનિંગ બાદ તેણે 42 મેચોમાં 65.12ની એવરેજથી 4233 રન બનાવી લીધા છે. કોહલીની ટેસ્ટ મેચોમાં કુલ 24 સદી છે. તેણે કેપ્ટન તરીકે 17 સદી ફટકારી છે. જ્યારે મિસ્બાહે 56 મેચોમાં પાકિસ્તાનની આગેવાની કરતા 51.39ની એવરેજથી 4214 રન બનાવ્યા હતા. મિસ્બાહે આ દરમિયાન 8 સદી ફટકારી હતી. 

મિસ્બાહ બાદ હવે સૌથી વધુ રન બનાવનાર એશિયન ટેસ્ટ કેપ્ટન બની ગયો છે. આ સાથે કેપ્ટનના રૂપમાં સૌથી સારા બેટ્સમેનોની લિસ્ટમાં હાલના ખેલાડીઓમાં વિરાટ કોહલીની એવરેજ સારી છે. 

આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ 109 મેચોમાં 8659 રન બનાવીને ટોપ પર છે. એલન બોર્ડર 93 મેચોમાં 6623 રન બનાવીને બીજા અને રિકી પોન્ટિંગ 77 મેચોમાં 6542 રન બનાવીને ત્રીજા સ્થાને છે. 

વિરાટ હાલમાં આ યાદીમાં આઠમાં નંબરે છે. કોહલી કેપ્ટનના રૂપમાં 24 ટેસ્ટ મેચોમાં 17 સદી પણ ફટકારી ચુક્યો છએ. ટીમ ઈન્ડિયાના કેપ્ટનના રૂપમાં મહેન્દ્ર સિંહ ધોની બીજા નંબરનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ધોનીએ 60 મેચોમાં 3454 રન બનાવ્યા છે. સુનીલ ગાવસ્કરે કેપ્ટનના રૂપમાં 47 મેચોમાં 3449 રન બનાવ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news