37 રન બનાવતા જ સચિન-લારાનો આ 'વિરાટ રેકોર્ડ' તોડશે કોહલી

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી સૌથી ઝડપી 20 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવવાથી માત્ર 37 રન દૂર છે. ભારતીય ટીમ ગુરૂવારે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટકરાશે. કોહલી અત્યાર સુધી 19963 રન બનાવી ચુક્યો છે. 
 

37 રન બનાવતા જ સચિન-લારાનો આ 'વિરાટ રેકોર્ડ' તોડશે કોહલી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી સૌથી ઝડપી 20 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવવાથી માત્ર 37 રન દૂર છે. ભારતીય ટીમ ગુરૂવારે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટકરાશે. કોહલી અત્યાર સુધી 19963 રન બનાવી ચુક્યો છે. 

અત્યારે સૌઝી ઝડપી 20 હજાર રન બનાવવાનો રેકોર્ડ ભારતના સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાના નામે છે. 

કોહલી જો 37 રન બનાવવામાં સફળ રહ્યો તો તે 417 ઈનિગં (131 ટેસ્ટ, 224 વનડે અને 62 ટી20)માં 20 હજાર રનનો આંકડો પાર કરવામાં સફળ થશે. 

આ મુકામ પર પહોંચનારો તે 12મો બેટ્સમેન અને ત્રીજો ભારતીય બની જશે. કોહલીથી વધુ રન સચિન (34357) અને રાહુલ દ્રવિડ  (24208)એ બનાવ્યા છે. 

તેંડુલકર અને લારા બંન્ને 453 ઈનિંગમાં આ મુકામ પર પહોંચ્યા હતા જ્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 468 ઈનિંગમાં 20 હજાર આંતરરાષ્ટ્રીય રનના આંકડાને પાર કર્યો હતો. 

કોહલી આ દિવસોમાં શાનાદર ફોર્મમાં છે. પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં તેણે 77 રનની ઈનિંગ દરમિયાન સૌથી ઝડપી 11 હજાર વનડે રન બનાવવાનો કીર્તિમાન પોતાના નામે કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news