ODI રેન્કિંગઃ રોહિત-કોહલીનો બદબદો યથાવત, બોલરોમાં બુમરાહ પ્રથમ સ્થાને

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેના સાથે રોહિત શર્માએ આઈસીસી વનડે રેન્કિંગમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. 
 

ODI રેન્કિંગઃ રોહિત-કોહલીનો બદબદો યથાવત, બોલરોમાં બુમરાહ પ્રથમ સ્થાને

દુબઈઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેના સાથી રોહિત શર્માએ આઈસીસી વનડે રેન્કિંગમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આઈસીસી દ્વારા જારી વનડેના તાજા રેન્કિંગમાં કોહલી પ્રથમ સ્થાન પર છે, તો રોહિત બીજા સ્થાન પર છે. 

કોહલીના 886 પોઈન્ટ અને રોહિતના 868 પોઈન્ટ છે. આ બંન્ને બેટ્સમેનોએ રવિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં શાનદાર ઈનિંગ રમીને ભારતના શ્રેણી વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

વનડે રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને કેપ્ટન આરોન ફિન્ચને એક-એક સ્થાનનો ફાયદો થયો છે. ડેવિડ વોર્નર સાતમાંથી છઠ્ઠા અને આરોન ફિન્ચ 11માંથી 10માં ક્રમે આવી ગયો છે. 

Latest @MRFWorldwide ICC Men's ODI Rankings for bowling: https://t.co/tHR5rKl2SH pic.twitter.com/hAnIZoJXF7

— ICC (@ICC) January 20, 2020

બોલરોના વનડે રેન્કિંગમાં ભારતનો જસપ્રીત બુમરાહ (764), ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ (737) અને અફઘાનિસ્તાનનો ઓફ સ્પિનર મુઝીર ઉર રહમાન (701) ક્રમશઃ પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાન પર છે. 

Latest @MRFWorldwide ICC Men's ODI Rankings for bowling: https://t.co/tHR5rKl2SH pic.twitter.com/hAnIZoJXF7

— ICC (@ICC) January 20, 2020

આફ્રિકાનો ફાસ્ટ બોલર કગિસો રબાડા (684) એક સ્થાનના ફાયદા સાથે ચોથા સ્થાન પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયન બોલર પેટ કમિન્સ (673) એક સ્થાનના નુકસાન સાથે પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news