જીભ નિકાળતી સુહાના ખાનની સેલ્ફી થઇ વાયરલ, લોકો કરી રહ્યા છે આવી-આવી કોમેન્ટ

બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan)ની પુત્ર સુહાના ( Suhana Khan) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. મોટાભાગે તેમની પોતાના મિત્રો સાથે ફોટા અને વીડિયો વાયરલ થતા રહે છે. હવે સુહાનાનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે જીભ કાઢીને ઉભી છે. તે આ ફોટામાં મસ્તીના અંદાજમાં જોવા મળી રહી છે.

જીભ નિકાળતી સુહાના ખાનની સેલ્ફી થઇ વાયરલ, લોકો કરી રહ્યા છે આવી-આવી કોમેન્ટ

નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan)ની પુત્ર સુહાના ( Suhana Khan) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. મોટાભાગે તેમની પોતાના મિત્રો સાથે ફોટા અને વીડિયો વાયરલ થતા રહે છે. હવે સુહાનાનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે જીભ કાઢીને ઉભી છે. તે આ ફોટામાં મસ્તીના અંદાજમાં જોવા મળી રહી છે. સુહાનાના ફેન ક્લબે તેનો આ ફોટો શેર કર્યો છે, જેમાં સુહાનાએ વ્હાઇટ ટોપ પહેર્યો છે. તેના પર લોકો જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઇ તેમને ક્યૂટ કહી રહ્યું છે તો કોઇ સ્વીટ. 

આ પહેલાં સુહાના ખાન ન્યૂ ઇયરની ઉજવણીમાં પોતાની હોટ મિની ડ્રેસને લઇને ચર્ચામાં આવી હતી, જેની કિંમત લાખોમાં હતી. મોટાભાગે તે મિત્રો સાથે પાર્ટી કરતાં જોવા મળી છે. સુહાનાના ફોટા મોટાભાગે સોશિયલ મીદિયા પર છવાયેલા છે. તે હાલ ન્યૂયોર્કમાં અભ્યાસ કરી રહી છે. શાહરૂખ પણ સ્પષ્ટ કરી ચૂક્યો ચે કે તે અભ્યાસ પુરો કર્યા બાદ એક્ટિંગની દુનિયામાં કિસ્મત અજમાવશે.  

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Double tap ❣️ @suhanakhanteam

A post shared by Suhana Khan (@suhanakhanteam) on

સુહાનાએ પોતાના પિતા શાહરૂખ ખાનના પગલે ચાલતાં 2019માં એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. 'ધ ગ્રે પોર્ટ ઓફ બ્લૂ'માં સુહાનાએ મહત્વપૂર્ણ પાત્ર ભજવ્યું હતું. આ શોર્ટ ફિલ્મને લાખો લોકો જોઇ ચૂક્યા છે, જેમને પણ આ ફિલ્મ જોઇ તે સુહાનાના અભિનયની પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મને જોનારાઓએ સોશિયલ મીડિયા પર લખ્યું કે શાહરૂખ ખાનને સુહાના પર ગર્વ હશે. તેને અભિનયના ગુર પોતાના પિતા પાસેથી જ મળ્યા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news