Virat Kohli: વિરાટ કોહલીએ કરી મોટી ભવિષ્યવાણી, આ ખેલાડીને ગણાવ્યો ટીમ ઈન્ડિયાનો ફ્યૂચર સ્ટાર
IPL 2023: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી છેલ્લા એક દાયકાથી ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરની કમાન સંભાળી રહ્યો છે. પરંતુ વિરાટ કોહલીએ એવા એક બેટરનું નામ સુચવ્યું છે જે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર બનશે.
Trending Photos
નવી દિલ્હીઃ Virat Kohli Instagram Story: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીની ગણતા દુનિયાના દિગ્ગજ બેટરોમાં કરવામાં આવે છે. વિરાટ કોહલી વર્તમાન સમયમાં ભારતીય ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટર પણ છે. તેણે હાલમાં એક મોટી ભવિષ્યવાણી કરી છે. વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયામાં એવા યુવા ખેલાડીનું નામ જણાવ્યું છે, જે ભારતીય ક્રિકેટની આગામી પેઢીનું નેતૃત્વ કરશે. આ ખેલાડી છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.
વિરાટ કોહલીની મોટી ભવિષ્યવાણી
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023)ના 62માં મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટક્કર થઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર શુભમન ગિલ (Shubman Gill)એ સદી ફટકારી હતી. વિરાટ કોહલી શુભમન ગિલની આ ઈનિંગથી ખુબ પ્રભાવિત થયો છે. નોંધનીય છે કે ગિલની ઈનિંગ જોઈને વિરાટ કોહલીએ ઈન્સ્ટા સ્ટોરી પર તેનો ફોટો શેર કર્યો છે. કોહલીએ ગિલને ભારતીય ટીમનું ભવિષ્ય ગણાવ્યો છે. કોહલીએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું- ત્યાં ક્ષમતા છે તો ત્યાં પછી ગિલ છે. આગળ વધો અને આગામી પેઢીનું નેતૃત્વ કરો.
ગિલે ફટકારી આઈપીએલ કરિયરની પ્રથમ સદી
23 વર્ષના યુવા બેટર શુભમન ગિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. ગિલે 58 બોલમાં 101 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં 13 ચોગ્ગા અને એક સિક્સ સામેલ હતી. તેની ઈનિંગની મદદથી ગુજરાત ટાઈટન્સની ટીમ 188 રન બનાવવામાં સફળ રહી હતી. ગિલ આઈપીએલમાં શાનદાર ફોર્મમાં છે. તેણે 13 મેચમાં 48ની એવરેજથી 576 રન ફટકાર્યા છે.
વર્ષ 2023માં ગિલનું પ્રદર્શન
વર્ષ 2023માં શુભમન ગિલ બેટથી રનનો વરસાદ કરી રહ્યો છે. વર્ષ 2023માં શુભમન ગિલે વનડે આંતરરાષ્ટ્રીયમાં બેવડી સદી ફટકારી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચમાં પણ ગિલે સદી ફટકારી હતી. હવે આઈપીએલમાં સદી ફટકારી દરેકનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. લોકો ગિલની પ્રશંસા કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે