ફિલ્મી સ્ટોરીને આંટી મારે તેવી ઘટના! સટ્ટામાં દેવું થતા મામા સસરાએ ભાણેજ જમાઈની સાથે મળીને બનાવ્યો પ્લાન

પેઢીમાં કામ કરતો સુનિલ ત્રિવેદી 5 મેના રોજ આગ્રાથી જવેલર્સના કામના સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 60 લાખ લઈ રાજકોટ આવા નીકળ્યો હતો, જ્યાં સુનિલ સાથે અન્ય એક ડ્રાઇવર સરફરાજ પણ હતો. 

ફિલ્મી સ્ટોરીને આંટી મારે તેવી ઘટના! સટ્ટામાં દેવું થતા મામા સસરાએ ભાણેજ જમાઈની સાથે મળીને બનાવ્યો પ્લાન

ઉદય રંજન/અમદાવાદ: જવેલર્સમાં કામ કરતા કર્મચારીએ માલિક સાથે દગો આપીને 60 લાખના દાગીના અને રોકડ લઈને રફુચક્કર થયો હોવાના સમાચાર છે. આ ઘટનામાં મામા સસરાએ ભાણેજ જમાઈની સાથે મળીને ચોરીને અંજામ આપ્યો છે. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં મામા સસરા અને ભાણેજ જમાઈનો ફાંડો ફોડ્યો હતો. પરંતુ જાણવા મળી રહ્યું છે કે બન્ને આરોપીને ક્રિકેટ સટ્ટામાં દેવું થઈ જતાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો. 

બગોદરા પોલીસે ધરપકડ કરેલ આરોપીઓનું નામ સુનિલ ત્રિવેદી અને જો ગેન ત્રિવેદીએનો સંબંધ મામા સસરા અને ભાણેજ જમાઈનો છે. ઘટનાની વિગતવાર વાત કર્યે તો એમ.કે.ઓર્નામેન્ટ માલિક ધીરુભાઈ નડિયાપરાની રાજકોટમાં પેઢી આવેલી છે. સાથે જ આગ્રામાં પણ મહાકાળી જ્વેલર્સ છે. જેથી પેઢીમાં કામ કરતો સુનિલ ત્રિવેદી 5 મેના રોજ આગ્રાથી જવેલર્સના કામના સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 60 લાખ લઈ રાજકોટ આવા નીકળ્યો હતો, જ્યાં સુનિલ સાથે અન્ય એક ડ્રાઇવર સરફરાજ પણ હતો. 

જે દરમિયાન સુનીલે પ્લાન બનાવ્યો હતો. જેના આધારે બગોદરા પાસે ગાડીમાં ઉતરી ગયા હતા અને સરફરાજે કહ્યું કે તું રાજકોટ પહોંચી જાવ હું માલિક સાથે બીજી ગાડીમાં આવું છું એમ કરીને કિંમતી સામાન અને રોકડ ભરેલી બેંગ લઈ ઉતરી ગયો ત્યારે આરોપી સુનિલે તેના ભાણેજ જમાઈને જોગેન ત્રિવેદી બગોદરા બોલાવીને ભાંગી ગયા હતા. પકડાયેલ આરોપી સુનિલ ત્રિવેદી ની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ક્રિકેટ સટ્ટામાં દેવું થઈ જતા ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.

જોકે પોલીસ તપાસ કરતા ચોરી કરેલા કિંમતી સામાન અને રોકડા પૈસા ભાણેજ જમાઈ જોગેન ઘરે ઉમરાળા ગામ છુપાવ્યા હતા. જોકે દાગીના અને રોકડ ચોરી કરી આરોપી સુનિલ મોજશોખ કરવા મુંબઈ જતો રહ્યો હતો. જ્યાં ડાન્સબાર અને દારૂ પીવા રૂપિયા ઉડાવ્યા હતા. જેથી પોલીસે બંનેની ધરપકડ કરી 39 લાખ રૂપિયા મુદ્દામાલ કબ્જે કર્યો છે. બન્ને આરોપીઓ ક્રિકેટ સટ્ટો રમવાની કુટેવ ધરાવે છે અને જેમાં દેવું થઈ જતા ચોરી કરવાનો પ્લાન કર્યો હતો. હાલ આરોપી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news