આ વર્ષે ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું? અંબાલાલ પટેલની આ આગાહીથી વધી ગઈ ખેડૂતોની ચિંતા!

Ambalal Patel On Monsoon 2023: અંબાલાલ પટેલ દ્વારા ચોમાસા અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં તેમણે ચોમાસાની શરુઆત અરબી સમુદ્રના હળવા દબાણ અને પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉભા થનારા દબાણની અસરોને આધારે સંભાવના વ્યક્ત કરી છે.
 

 આ વર્ષે ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું? અંબાલાલ પટેલની આ આગાહીથી વધી ગઈ ખેડૂતોની ચિંતા!

Gujarat Weather 2023: દેશ અને ગુજરાતમાં ચોમાસું મોડું શરૂ થઈ શકે છે. આ વર્ષે કેરળમાં ચોમાસું મોડું શરૂ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મોડું આવી શકે છે. દર વર્ષના નિયત 4 જૂનના સમય કરતા આ વર્ષે ચોમાસુ મોડું શરૂ થઇ શકે એવી હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાજુ અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે? તેને લઈને એક આગાહી કરી છે. અંબાલાલની આ આગાહી વાંચીને ખેડૂતો ખુશખુશાલ થઈ જશે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આ વર્ષે શરૂઆતનું ચોમાસું નિયમિત રહેશે. તેમજ અત્યારે સવારે વાદળો આવે છે. બપોરે આ વાદળો ગાયબ થઈ જાય છે. એક મહિના સુધી આ રીતે વાદળોની પ્રક્રિયા જોવા મળશે. વાદળોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચોમાસું બેસશે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં વરસાદ સારો રહેશે. તમને જણાવી દઈએ કે, કેરળમાં ચોમાસું આવે તેના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસું મોડું આવશે જેની અસર ગુજરાતમાં પણ થશે.

નોંધનીય છે કે, આ વર્ષે ઋતુચક્રમાં ફેરફાર થયો છે. ઉનાળામાં અનેક જગ્યાએ માવઠું થયું છે. ચક્રવાતની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે ઉનાળો ખેંચાવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. દર વર્ષે કેરળમાં ચોમાસું બેસે તેના લગભગ 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસે છે. એટલે જો કેરળમાં ચોમાસું મોડું પડે તો ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે.

આગામી પાંચ દિવસ માટે સૂકું વાતાવરણ 
ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે સૂકું વાતાવરણ રહેશે. હવેથી રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. પશ્ચિમી પવનો ફુંકાવાથી વાતાવરણણાં ભેજ રહેશે અને તાપમાનનો પારો આગામી દિવસોમાં સ્થિર રહેશે.અમદાવાદમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે. જ્યારે 18 અને 19 તારીખે અમદાવાદમાં યેલો એલર્ટ રહેશે. ગુજરાતમાં પવનની દિશા બદલાઈ હોવાથી તાપમાન સામાન્ય રહેશે. રાહતની વાત એ છે કે મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેશે.

ગુજરાતના 207 જળાશયોમાં ક્યાં કેટલું પાણી બચ્યું?
કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના 207 જળાશયોમાં માત્ર 42.95 ટકા જ પાણી બચ્યું છે. ગરમીમાં પાણીની માંગ વધી રહી છે અને જળાશયોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં માત્ર 35.87 ટકા પાણીનો જથ્થો છે તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં માત્ર 35.99 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 47.46 ટકા પાણી છે. જ્યારે કચ્છના 20 જળાશયોમાં 31.77 ટકા પાણીનો જથ્થો છે. સૌથી ખરાબ સ્થિતિ સૌરાષ્ટ્રની છે. જેના 141 જળાશયોમાં માત્ર 23.43 ટકા જ પાણી બચ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં માત્ર 47.74 ટકા પાણીનો જથ્થો છે.

રાજ્યના 3 ડેમ એવા છે જેમાં હજુ પણ 90 ટકાથી વધારે પાણી છે. તો એક ડેમમાં 80 થી 90 ટકા જેટલો પાણીનો જથ્થો છે. 2 ડેમમાં 70 ટકા પાણી છે તો રાજ્યના 200 ડેમ એવા છે જેમાં 70 ટકાથી ઓછું પાણી છે. દેવભૂમિ દ્વારકાના જળાશયોમાં માત્ર 4.03 ટકા પાણી છે. તો નવસારી, સુરત, બોટાદ, જામનદર, બનાસકાંઠા, ખેડા અને અમરેલીના જળાશયોમાં 20 ટકા કરતા ઓછું પાણી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news