VIDEO: વિરાટ કોહલીની શાનદાર ડાન્સ મૂવ્સ, બોલીવુડ એક્ટ્રેસ પણ થઈ જશે ફેલ
આઇપીએલ (IPL2020)માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore) શારૂ પ્રદર્શન કરી રહી છે. અત્યાર સુધીમાં રમાયેલી આઠ મેચમાંથી બેંગ્લોરે પાંચમાં જીત મેળવી છે
Trending Photos
દુબઇ: આઇપીએલ (IPL2020)માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore) શારૂ પ્રદર્શન કરી રહી છે. અત્યાર સુધીમાં રમાયેલી આઠ મેચમાંથી બેંગ્લોરે પાંચમાં જીત મેળવી છે. વિરાટ કોહલીની કેપ્ટનસીવાળી ટીમ આરસીબીને ગત મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ (King XI Punjab) સામે આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો પરંતુ બેંગ્લોરની પાસે હજી પણ પ્લે-ઓફમાં જવાની સારી તક છે.
આ પણ વાંચો:- IPL 2020 KKR vs MI Match Updates
કિંગ્સ ઇલેવન પંજાબની સામે આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં ટોસ જીતી પહેલી બેટિંગ કરવા ઉતરી રોયલ ચેલેન્જર બેંગ્લોરે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા. આરસીબી માટે કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધારે 48 રન બનાવ્યા. જવામાં કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્ય પુર્ણ કર્યો હતો.
#IPLinUAE so here's 'Haaye Garmi' song ft. King Kohli. #IPL2020 #RCBvKXIP #RCB #KXIP #Dream11IPL pic.twitter.com/CkXGGTe1Oy
— Durgansh Dixit (@DurganshDixit) October 15, 2020
પંજાબની સામે આ મેચ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન વિરાટ કહોલીએ તેની કેટલીક શાનદાર મૂવ્સ દેખાડી. પ્રી-મેચ પ્રેક્ટિસ સેશન દરમિયાન કોહલી મસ્તીમાં તેની કેટલીક ડાન્સિંગ મૂવ્સ કરતો જોવા મળ્યો. વિરાટ કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબજ વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં ફેન્સને આ વીડિયો એટલો પસંદ આવી રહ્યો છે કે, તેના ડાન્સ મૂવ્સને અલગ અલગ સોન્ગ સાથે મિક્સ કરી પોસ્ટ કરી રહ્યાં છે.
ffs Kohli 😭😂 pic.twitter.com/rrdP48e8Tv
— J. (@LogicalBakwaas) October 15, 2020
તેમને જણાવી દઇએ કે, કોહલીએ હાલની સીઝનમાં 8 મેચમાં કુલ 304 રન બનાવ્યા છે અને તે તેમની ટીમ માટે હાલ ટોપ સ્કોરર છે. તેણે અત્યાર સુધીમાં 2 ફિફ્ટી મારી છે. જેમાં 90 રનની નોટઆઉટ ઇનિંગ્સ પણ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે