IPL 2021: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, આઈપીએલમાં 6 હજાર રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો

IPL 2021: આઈપીએલ 2021ના 16માં મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ઈતિહાસ રચી દીધો છે. તેણે આ ટૂર્નામેન્ટમાં 6 હજાર રન પૂરા કર્યા છે. 

IPL 2021: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, આઈપીએલમાં 6 હજાર રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો

મુંબઈઃ IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ આઈપીએલ 2021ના 16મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ઈતિહાસ રચી દીધો છે. હકીકતમાં તે આઈપીએલમાં 6000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે આઈપીએલ કરિયરની 188મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. 

ક્રિસ મોરિસના બોલ પર બાઉન્ડ્રી ફટકારી મેળવી સિદ્ધિ
રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કોહલીએ અણનમ 72 રન બનાવ્યા હતા. તેણે ક્રિસ મોરિસની ઓવરમાં બાઉન્ડ્રી ફટકારી પોતાના 6000 રન પૂરા કર્યા હતા. આ મેચ પહેલા કોહલીના નામે 5946 રન હતા. તેણે 54 રન બનાવવાની સાથે આ સિદ્ધિ પોતાના નામે કરી હતી. 

વિરાટ કોહલીએ આઈપીએલમાં 6 હજાર રન પૂરા કર્યા આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 6 હજાર રન પૂરા કર્યા છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ બેટ્સમેન બની ગયો છે. કોહલીએ 34 બોલમાં પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. આ તેના આઈપીએલ કરિયરની 40મી અડધી સદી છે. વિરાટ કોહલી 47 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 72 રન બનાવી અણનમ રહ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news