149 રનની દમદાર ઈનિંગથી ખુશ નથી કોહલી, કહ્યું- એડિલેટની સદી યાદગાર

વિરાટે એજબેસ્ટનમાં 225 બોલની ઈનિંગમાં 22 ફોર અને એક સિક્સના સહારે 149 રન બનાવ્યા. તેને લેગ સ્પિનર રાશિદે આઉટ કર્યો. 
 

149 રનની દમદાર ઈનિંગથી ખુશ નથી કોહલી, કહ્યું- એડિલેટની સદી યાદગાર

બર્મિંઘમઃ વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડમાં પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારીને ભારતને ટેસ્ટમાં બરકરાર રાખ્યું છે. પરંતુ કેપ્ટને પોતાની આ યાગદાર ઈનિંગને એડિલેડમાં ચાર વર્ષ પહેલા રમેલી 141 રનનો ઈનિંગ બાદ બીજા નંબરે રાખી. 

કોહલીએ 149 રનની ઈનિંગ રમ્યા બાદ બીસીસીઆઈ ટીવીને કહ્યું, મને નથી ખ્યાલ. આ એડિલેડની ઈનિંગ બાદ બીજા નંબરે રહેશે. એડિલેડની ઈનિંગ મારા માટે ખાસ છે. તે બીજી ઈનિંગ હતી અને અમે પાંચમાં દિવસે 364 રનના લક્ષ્યનો પીછો કરતા હતા. 

તેમણે કહ્યું, મારા મગજમાં સ્પષ્ટ છે કે, અમારા લક્ષ્ય હાસિલ કરવાનો છે. તે વિચારીને ખૂબ શાનદાર લાગે છે. તેણે કહ્યું, આ માત્ર પ્રથમ મેચમાં સદીની વાત નથી, પરંતુ આ લયને બરકરાર રાખવી જરૂરી છે. હું આઉટ થવાથી ખુબ  નિરાશ હતો. કોહલીએ બંન્ને ઈનિંગમાં સદી ફટકારી હતી, પરંતુ ભારત 48 રનથી મેચ હારી ગયું હતું. 

— BCCI (@BCCI) August 3, 2018

કોહલીએ ચાર વર્ષ પહેલા ઈંગ્લેન્ડના પ્રવાસમાં દસ ઈનિંગમાં માત્ર 134 રન બનાવ્યા હતા. તેણે કહ્યું, અહીં માત્ર પ્રથમ મેચમાં સદીની વાત નથી, પરંતુ આ લયને જાળવી રાખવી જરૂરી છે. અમે 10-15 રનની લીડ મેળવી શકતા હતા. હું મારી તૈયારીથી ખુશ છું, હું દુનિયાની ચિંતા કરતો નથી. 

— SPN- Sports (@SPNSportsIndia) August 2, 2018

જેમ્સ એન્ડરસને આ વખતે પણ તેને મુશ્કેલીમાં મુકવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળ ન થયો. કોહલીએ કહ્યું, અહીં મુશ્કેલ હતું પરંતુ મેં મારી જાતને કહ્યું આ પડકારનો આનંદ ઉઠાવવો જરૂરી છે. આ માનસિક અને શારીરિક શક્તિની પરીક્ષા હતા, પરંતુ મને ખુશી છે કે અમે તેના સ્કોરની નજીક પહોંચ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news