ધોનીનો ગીત ગાતો VIDEO વાયરલ, લોકો કરી રહ્યા છે જાતજાતની કમેન્ટ 

એમએસ ધોની જુલાઈ મહિનામાં છેલ્લી મેચ રમ્યો હતો. આ મેચ આઇસીસી વર્લ્ડ કપની સેમી ફાઇનલ હતી

ધોનીનો ગીત ગાતો VIDEO વાયરલ, લોકો કરી રહ્યા છે જાતજાતની કમેન્ટ 

નવી દિલ્હી : સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) લગભગ પાંચ મહિનાથી ક્રિકેટથી દૂર છે પણ હંમેશા ચર્ચામાં રહે છે. ભારતનો આ પૂર્વ કેપ્ટન તેની ક્રિકેટ સિવાયની પ્રવૃત્તિઓને કારણે ચર્ચામાં રહે છે. ધોનીના રિટાયર્ડમેન્ટ વિશે સતત ચર્ચા ચાલતી રહે છે. હાલમાં તેનો એક વીડિયો ચર્ચામાં છે જેમાં તે ગીત ગાતો નજરે ચડે છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ યુઝરે પોસ્ટ કર્યો છે. આ ગીતમાં ધોની 'જબ કોઈ બાત બિગડ જાયે, જબ કોઈ મુશ્કિલ પડ જાયે..’ ગાઈ રહ્યો છે. જુર્મ ફિલ્મનું આ ગીત કુમાર સાનુએ ગાયું છે. 

આ વીડિયો સાથે કેપ્શન આપવામાં આવ્યું છે જેમાં આ વીડિયો પોતાના જોખમે જોવાની આગોતરી સૂચના આપવામાં આવી છે. એમ.એસ. ધોની હાલમાં જ રાંચીના સ્ટેડિયમમાં પ્રેકટિસ કરતા જોવા મળ્યો હતો. ચેન્નાઇ સુપર કિંગ્સની કમાન મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં છે અને એના પ્રદર્શનના આધારે તેની ઇન્ટરનેશનલ કરિયરનો ગ્રાફ નક્કી કરવામાં આવશે. 

ધોની પ્રાદેશિક સેનામાં માનદ લેફ્ટિનેન્ટ કર્નલ છે. સાથે તે પેરાશૂટથી કૂદવામાં સક્ષમ પણ છે. ધોનીએ કાશ્મીર ઘાટીમાં પ્રાદેશિક સેનાની બટાલિયન સાથે 15 દિવસ પસાર કર્યા હતા અને આ દરમિયાન સૈનિકોની સાથે ટૂકડી અને સુરક્ષાની જવાબદારી સંભાળી હતી. ધોની 30 જુલાઈએ 106 ટીએ બટાલિયન (પેરા) સાથે જોડાયા હતા અને 15 ઓગસ્ટ સુધી તેની સાથે રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news