ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતને જીત અપાવી શકે છે શંકરઃ કેવિન પીટરસન

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને કહ્યું કે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઓલરાઉન્ડર વિજય શંકરને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી મેચ માટે અંતિમ ઇલેવનમાંથી બહાર કરવાનો વિચાર કરવો જોઈએ નહીં. 
 

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતને જીત અપાવી શકે છે શંકરઃ કેવિન પીટરસન

બર્મિંઘમઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને કહ્યું કે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઓલરાઉન્ડર વિજય શંકરને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી મેચ માટે અંતિમ ઇલેવનમાંથી બહાર કરવા પર વિચાર કરવો જોઈએ નહીં. તેનું માનવું છે કે વિજય શંકર આ મહત્વની મેચમાં જીત અપાવી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમ રવિવારે અહીં આમને-સામને થશે. 

ભારતીય ટીમને જ્યાં સેમિફાઇનલમાં પહોંચવા માટે એક પોઈન્ટની જરૂર છે તો ઈંગ્લેન્ડે આગામી બંન્ને મેચમાં ફરજીયાત વિજય મેળવવો પડશે. નંબર-4 પર રમતા વિજયનું પ્રદર્શન સારૂ રહ્યું નથી અને તેવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેને આરામ આપી શકાય છે. 

Thanks, boys!

— Kevin Pietersen🦏 (@KP24) June 29, 2019

પીટરસન માને છે કે 28 વર્ષનો શંકર ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની પ્રતિભાની સાથે ન્યાય કરશે. પીટરસને ટ્વીટમાં લખ્યું, 'પ્રિયા વિરાટ અને રવિ (શાસ્ત્રી), મહેરબાની કરીને વિજયને આગામી મેચ માટે ટીમમાંથી ડ્રોપ ન કરો, કારણ કે મારી નજરમાં તે તમારા માટે મેચ વિનિંગ ખેલાડી સાબિત થઈ શકે છે.'

પીટરસને તે પણ લખ્યું કે, શિખર ધવનના સ્થાન પર ટીમમાં સામેલ કરવામાં આવેલ વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત હજુ વિશ્વ કપ મુકાબલા માટે તૈયાર નથી. પીટરસન પ્રમાણે, પંત વિશે ન વિચારો, તેને વિશ્વ કપની તૈયારી માટે ઓછામાં ઓછા ત્રણ સપ્તાહ લાગશે. ત્યારબાદ તે અંતિમ ઇલેવનમાં સામેલ થવાની સ્થિતિમાં હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news