World Cup 2019: ભારતને વધુ એક ઝટકો, ઈજાને કારણે વિજય શંકર ટૂર્નામેન્ટમાંથી બહાર

મહત્વનું છે કે, પ્રેક્ટિસ સત્ર દરમિયાન જસપ્રીત બુમરાહનો યોર્કર વિજય શંકરના પગના અંગૂઠામાં વાગ્યો હતો. આ કારણે વિજય શંકરને ઈજા થઈ હતી. 

World Cup 2019: ભારતને વધુ એક ઝટકો, ઈજાને કારણે વિજય શંકર ટૂર્નામેન્ટમાંથી બહાર

નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ-2019મા ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે વિજય શંકર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.  તેની જગ્યાએ ટીમમાં મયંક અગ્રવાલ કે શ્રેયસ અય્યરને તક મળી શકે છે. આ પહેલા ઈજાને કારણે ટીમમાંથી શિખર ધવન બહાર થયો હતો. તો ભુવનેશ્વર કુમાર ઈજાને કારણે રમી રહ્યો નથી. વિજય શંકરનું પ્રદર્શન આ વિશ્વકપમાં ખાસ રહ્યું નથી. 

ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકર પગમાં ઈજાને કારણે આઈસીસી વિશ્વ કપ-2019માથી બહાર થઈ ગયો છે. તેને નેટ્સમાં જસપ્રીત બુમરાહનો બોલ વાગ્યો હતો. ઈજા શરૂઆતમાં વધુ ગંભીર નહતી, પરંતુ બાદમાં તે વધુ ગંભીર બની ગઈ હતી. 

આઈએએનએસ પ્રમાણે, શંકર વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે અને તે બીસીસીઆઈ આઈસીસીને તેના વિકલ્પ વિશે ઔપચારિક રૂપથી વાત કરશે. આ કારણે વિજય ઈંગ્લેન્ડ સામેની મેચમાં બહાર રહ્યો હતો. ટોસ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું, વિજય શંકરને એડીમાં ઈજા છે. રિષભ પંત અંતિમ-11મા તેનું સ્થાન લેશે. 

— ANI (@ANI) July 1, 2019

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news