Rishabh Pant: આ અભિનેત્રીએ અચાનક માંગી પંતની માફી, હાથ જોડી કહ્યું- I Am Sorry

Rishabh Pant Urvashi Rautela: ઉર્વશી રૌતેલા છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં છવાયેલી છે. તેના અને રિષભ પંત વચ્ચે વિવાદમાં એક નવો વળાંક જોવા મળી રહ્યો છે. હવે ઉર્વશી રૌતેલાએ રિષભ પંતની માફી માંગી છે. 

Rishabh Pant: આ અભિનેત્રીએ અચાનક માંગી પંતની માફી, હાથ જોડી કહ્યું- I Am Sorry

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટર રિષભ પંત (Rishabh Pant) અને બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) વચ્ચે વિવાદને બધા જાણે છે. એશિયા કપના સમયે ઉર્વશી રૌતેલાનું નામ પાકિસ્તાની બોલર નસીમ શાહ સાથે જોડવામાં આવ્યું હતું. પરંતુ હવે ઉર્વશી રૌતેલાએ રિષભ પંતને લઈને કંઈ એવું કહ્યું છે, જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

ઉર્વશી-પંત વચ્ચે થયો હતો વિવાદ
બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે મિસ્ટર આરપી તેને મળવા આવ્યો હતો અને તેણે ના પાડી દીધી હતી. ત્યારબાદ રિભષ પંતે પણ તેનો જવાબ આપતા કહ્યું હતું કે મારો પીછો છોડી દો બહેન. ત્યારબાદ બંને વચ્ચે વિવાદ વધી ગયો. પછી ઉર્વશી રૌતેલાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું હતું, 'છોટૂ ભૈયા કો બેટ બોલ ખેલના ચાહિએ, મેં કોઈ મુન્ની નહીં હૂં જો બદનામ હોઉં તેરે લિયે યંગ કિડ્ડો ડાર્લિંગ. પરંતુ હવે બંનેના વિવાદ વચ્ચે નવો વળાંક આપ્યો છે.'

વાયરલ થઈ રહ્યો છે ઉર્વશીનો વીડિયો
રિષભ પંત સાથે વિવાદ વચ્ચે હવે સોશિયલ મીડિયા પર ઉર્વશી રૌતેલાને એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે પંતને શું મેસેજ આપવા ઈચ્છે છે. ત્યારે ઉર્શવીએ કહ્યું કે સીધી વાત નો બકવાસ તેથી હું બકવાસ કરી રહી નથી. જ્યારે બીજીવાર પૂછવામાં આવ્યું કે તમે જ કહ્યું હતું કે Forgive & Forget. તેના પર ઉર્વશી કહે છે કે હું કંઈ કહેવા ઈચ્છતી નથી. પછી તે હાથ જોડીને રિષભ પંતની માફી માંગે છે. ઉર્વશી કહે છે- Sorry I am Sorry

Pant ની સાથે રિલેશનશિપની ચર્ચા
સ્ટાર ક્રિકેટર રિષભ પંત ઉર્વશી રૌતેલા સાથે રિલેશનશિપમાં હોવાની ચર્ચાં ચાલતી રહે છે. પરંતુ ત્યારબાદ બંનેને બ્રેકઅપના સમાચાર સામે આવ્યા. એશિયા કપમાં ભારતની મેચ દરમિયાન ઉર્વશી પંતને ચીયર કરતી જોવા મળી હતી. રિષભ પંત ભારત માટે ત્રણેય ફોર્મેટમાં નંબર-1 વિકેટકીપર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news