મેચ દરમિયાન પાકિસ્તાની અમ્પાયરનું અચાનક થયું નિધન

ક્લબ ક્રિકેટ મેચ દરિયાન અમ્પાયરને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થઈ ગયું હતું. 
 

મેચ દરમિયાન પાકિસ્તાની અમ્પાયરનું અચાનક થયું નિધન

નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર છેલ્લા કેટલાક દિવસથી ઘણી દુર્ઘટના સામે આવી છે. એશિઝ સિરીઝ દરમિયાન હાલમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનો બોલ ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને વાગ્યો હતો. ત્યારબાદ તેણે મેદાન છોડીને બહાર જવું પડ્યું હતું. ઈજાને કારણે તે મેદાનથી બહાર રહ્યો અને ત્યારબાદની ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઈ ગયો હતો. 

સોમવારનો દિવસ પાકિસ્તાન ક્રિકેટ માટે ખરાબ રહ્યો હતો. શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં પાકિસ્તાને રમતા હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઘર પર રમતા પાકિસ્તાનની કોઈપણ ટીમ વિરુદ્ધ પ્રથમ સિરીઝ હાર છે. બીજીતરફ ક્લબ ક્રિકેટ મેચ દરિયાન અમ્પાયરને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થઈ ગયું હતું. 

પાકિસ્તાનના અમ્પાયરનું મેચ દરમિયાન મોત
પાકિસ્તાનના અમ્પાયર નસીમ શેખ (Naseem Shaikh)નું એક ક્લબ ટૂર્નામેન્ટની મેચમાં અમ્પાયરિંગ કરતા સમયે મોત થયું હતું. જાણવા મળ્યું કે તેમને હાર્ટ એકેટ આવતા મોત થયું હતું. મેચ દરમિયાન જ્યારે નસીમ અમ્પાયરિંગ કરી રહ્યાં હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો અને તે જમીન પર પડી ગયા હતા. 

નસીમ મેદાન પર પડતા ત્યાં હાજર રહેલા લોકો તેમની તરફ ભાગ્યા હતા. મેદાન પર સ્ટ્રેચર લાવવામાં આવ્યું અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જાણકારી પ્રમાણે હોસ્પિટલ પહોંચતા પહેલા રસ્તામાં તેમનું નિધન થઈ ગયું હતું. નસીમ માત્ર 56 વર્ષના હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news