U19 World Cup: બાંગ્લાદેશને હરાવી સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયા, હવે ઓસ્ટ્રેલિયા સામે થશે ટક્કર
આઈસીસી અન્ડર 19 વિશ્વકપ 2022 (ICC Under 19 World Cup 2022) માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટે પરાજય આપ્યો છે.
Trending Photos
એન્ટીગાઃ ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન બાંગ્લાદેશને પાંચ વિકેટે પરાજય આપી આઈસીસી અન્ડર-19 વિશ્વકપ 2022ની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે, જ્યાં તેની ટક્કર બુધવારે ઓસ્ટ્રેલિયા સામે થશે. ઓસ્ટ્રેલિયાએ અન્ય એક ક્વાર્ટર ફાઇનલમાં પાકિસ્તાનને 119 રને પરાજય આપી સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. ભારત આ ટૂર્નામેન્ટમાં છેલ્લા 9માંથી 7 વખત ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવવામાં સફળ રહ્યું છે. ભારતની આ અન્ડર-19 સ્તર પર સતત સાતમી જીત છે, ચાર આ વિશ્વકપમાં અને તે પહેલા સતત ત્રણ જીત છે.
એન્ટીગાના કૂલીઝ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા મેન ઓફ ધ મેચ રવિ કુમારની ઘાતક બોલિંગની મદદથી બાંગ્લાદેશને 111 રને ઓલઆઉટ કરી દીધુ હતું, અને પછી 30.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ઓછા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર હરનૂર સિંહ શૂન્ય રન પર આઉટ થયો હતો.
India are through to the #U19CWC 2022 Super League semi-final 👏
They beat Bangladesh by five wickets.#INDvBAN pic.twitter.com/kNI6594fvI
— Cricket World Cup (@cricketworldcup) January 29, 2022
ત્યારબાદ અંગકૃષ રઘુવંશી અને વાઇસ કેપ્ટન શેખ રશીદે બીજી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી ટીમને જીતની નજીક પહોંચાડી હતી. રઘુવંશીએ 65 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 44 રન જ્યારે રશીદે 26 રન બનાવ્યા હતા. 31મી ઓવરમાં ભારતને જીત માટે એક રનની જરૂર હતી અને કેપ્ટન યશ ધુલ તથા કૌશલ તાંબેની જોડી ક્રીઝ પર હતી.
ધુલ નોન સ્ટ્રાઇકર એન્ડ પર હતો, જ્યારે તાંબે સ્ટ્રાઇક પર. તાંબેએ કેપ્ટન રકીબુલ હસનની ઓવરમાં છગ્ગો ફટકારી ભારતને સેમિફાઇનલમાં પહોંચાડી દીધુ હતું. આ સિક્સ સાથે ભારતીય ટીમ ખુશી નાચવા લાગી હતી. તાંબેબે અણનમ 11 અને કેપ્ટન યશે 20 રન બનાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે