VIDEO! માતાની જીદે અર્ચનાને ક્રિકેટર બનાવી : લોકો માને ચૂડેલ કહેતાં પણ દીકરીએ નામ રોશન કર્યું

સાવિત્રી દેવીએ એક ઈન્ટરવ્યું આપ્યો છે જેમાં તેમણે પોતાના સંઘર્ષની કહાણી જણાવી છે. પતિ અને દીકરાના મોત બાદ સાવિત્રીને લોકો ડાકણ કહેવા લાગ્યા રિપોર્ટ અનુસાર, ઉન્નાવના કેરતાઈ પૂરવા ગામની રહેવાસી સાવિત્રી દેવીના પતિનું કેન્સરને કારણે મૃત્યુ થયું હતું.

VIDEO! માતાની જીદે અર્ચનાને ક્રિકેટર બનાવી : લોકો માને ચૂડેલ કહેતાં પણ દીકરીએ નામ રોશન કર્યું

U-19 women world cup 2023: અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું છે. 69 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ સાથે ભારતે પ્રથમ વખત અંડર 19 T20 વર્લ્ડ કપ જીત્યો છે. ભારતની આ ઐતિહાસિક જીતમાં ઓલરાઉન્ડર અર્ચના દેવીનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. અર્ચનાદેવી જ એ ખેલાડી હતી જેણે ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરીને ભારતની શાનદાર બોલિંગનો પાયો નાખ્યો હતો. અર્ચના દેવીએ ગ્રેસ સ્ક્રિવેન્સ અને નિયા હોલેન્ડને આઉટ કર્યા. તેણે 3 ઓવરની બોલિંગમાં 17 રન આપીને 2 વિકેટ લીધી હતી. ભારતે અહીંથી મજબૂતી બનાવી લીધી હતી.

અર્ચના દેવીએ ઈંગ્લેન્ડ સામેની ફાયનલ મેચમાં બોલ વડે માત્ર કમાલ કરી નથી પરંતુ ફિલ્ડિંગ કરતી વખતે એક શાનદાર કેચ પણ લીધો હતો. ઉત્તર પ્રદેશના ઉન્નાવની રહેવાસી અર્ચના દેવીની ક્રિકેટર બનવાની કહાની ખૂબ જ ભાવુક છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, અર્ચના દેવીના ક્રિકેટર બનવા પાછળ સૌથી મોટો હાથ માતા સાવિત્રી દેવીનો છે, જેમણે સખત સંઘર્ષ કરીને અર્ચનાને ક્રિકેટર બનાવી હતી. સાવિત્રી દેવીની જીદના કારણે અર્ચના દેવીએ દેશનું નામ રોશન કર્યું છે. 

— Mufaddal Vohra (@mufaddal_vohra) January 29, 2023

સાવિત્રી દેવીએ ઈન્ડિયન એક્સપ્રેસને એક ઈન્ટરવ્યું આપ્યો છે જેમાં તેમણે પોતાના સંઘર્ષની કહાણી જણાવી છે. પતિ અને દીકરાના મોત બાદ સાવિત્રીને લોકો ડાકણ કહેવા લાગ્યા રિપોર્ટ અનુસાર, ઉન્નાવના કેરતાઈ પૂરવા ગામની રહેવાસી સાવિત્રી દેવીના પતિનું કેન્સરને કારણે મૃત્યુ થયું હતું. બાદમાં પુત્રને પણ સાપે ડંખ માર્યો હતો, જે બાદ તેનું પણ મૃત્યુ થયું હતું. પતિ અને પુત્રના મૃત્યુ પછી લોકો સાવિત્રી દેવીને 'ચૂડેલ' કહેવા લાગ્યા, પરંતુ સાવિત્રીએ આ ટોણાઓને અવગણીને પોતાની પુત્રીને ક્રિકેટર બનાવવાનું નક્કી કર્યું. જોકે, સાવિત્રીના આ નિર્ણય પર તેના સંબંધીઓએ પણ સવાલ ઉઠાવ્યા હતા. 

સંબંધીઓએ કહ્યું હતું કે તે તેની પુત્રીને ખોટા રસ્તે મોકલી રહી છે. આજે દીકરીને જોવા માટે ઘરે લોકોનો જમાવડો જામે છે. સાવિત્રી દેવીએ જણાવ્યું છેકે, જ્યારે તેમણે તેમની દીકરીને ગામથી 345 કિમી દૂર મુરાદાબાદની ગર્લ્સ બોર્ડિંગ સ્કૂલ 'કસ્તુરબા ગાંધી રેસિડેન્શિયલ ગર્લ્સ સ્કૂલ'માં પ્રવેશ અપાવ્યો ત્યારે લોકોએ કહ્યું કે તમે ખોટા છો. તમારી દીકરીને ખોટા રસ્તે મોકલો. 

મારી પુત્રીને મેં વેચી મારી એવા ટોણા પણ મારવામાં આવ્યા હતા, પરંતુ મેં ફક્ત મારી પુત્રીના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આજે જ્યારે મારી દીકરી વર્લ્ડ કપની ફાઈનલ રમી રહી છે ત્યારે મારું ઘર સગા-સંબંધીઓથી ખીચોખીચ ભરેલું છે. આટલું જ નહીં આજે એવા લોકો પણ મારા ઘરે બેઠા છે જેમણે મારા ઘરનું પાણી પણ પીધું ન હતું, તેઓ આજે મને મદદ કરવાની વાત કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news