Tokyo Olympics: PM મોદીએ સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનૂ સાથે કરી વાત, ભવિષ્ય માટે આપી શુભેચ્છાઓ

Mirabai Chanu Silver Medal: ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યો છે. આ તકે પ્રધાનમંત્રીએ તેમની સાથે ફોન પર વાત કરી છે. 

Tokyo Olympics: PM મોદીએ સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનૂ સાથે કરી વાત, ભવિષ્ય માટે આપી શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ Mirabai Chanu Silver Medal: ટોક્યોમાં રમાઈ રહેલી ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે સારી શરૂઆત કરી છે. ભારત માટે મીરાબાઈ ચાનૂએ સ્નેચમાં 87 કિલોગ્રામ વનજ ઉઠાવ્યો. ક્લીન એન્ડ જર્કમાં મીરાબાઈ ચાનૂએ 115 કિલો વજન ઉઠાવ્યો અને ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. મીરાબાઈ ચાનૂએ વેટલિફ્ટિંગમાં ભારતને ઓલિમ્પિક રમતોના ઈતિહાસમાં બીજો મેડલ અપાવ્યો છે. તે ભારત તરફથી વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી છે. 

મીરાબાઈ ચાનૂએ ઈતિહાસ રચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેની સાથે ફોન પર વાત કરી અને ભવિષ્ય માટે શુભેચ્છા આપી છે. પીએમ મોદીએ મીરાબાઈ સાથે વાત કરી અને ટોક્યોમાં સિલ્વર મેડલ જીતવા માટે શુભકામનાઓ આપી છે. પીએમ મોદીએ મીરાબાઈ ચાનૂને ભવિષ્ય માટે પણ શુભેચ્છા આપી છે. 

— ANI (@ANI) July 24, 2021

આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરી મીરાબાઈને શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું કે, આનાથી સારી શરૂઆત ન હોઈ શકે. મીરાબાઈ ચાનૂના પ્રદર્શનથી ભારત ઉત્સાહિત છે. વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ માટે શુભેચ્છા. તેની સફળતાથી ભારતને પ્રેરણા મળશે. 

આ મેડલ મીરાબાઈ માટે એટલા માટે મહત્વનો છે કારણ કે 2016માં રિયો ઓલિમ્પિકમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટોક્યો માટે ક્વોલિફાઇ કરનારી એકમાર્ત વેટલિફ્ટર મીરાબાઈનો રિયોમાં ક્લીન એન્ડ જર્કમાં ત્રણમાંથી એકપણ પ્રયાસ વેલિડ ન રહ્યો, જેમાં 48 કિલોમાં તેનું કુલ વજન નોંધાઈ શક્યું નહીં. પાંચ વર્ષ પહેલાના આ ખરાબ પ્રદર્શન બાદ તેણે વાપસી કરી અને 2017માં વર્લ્ડ ચેમ્પિયનસિપ અને પછી એક વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી પોતાના આલોચકોને ચુપ કરી દીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news