11 ભાષા જાણતા રવિ પુજારીની ક્રાઇમકુંડળી જાણી ચોંકી ઉઠશો, દાઉદને મારવા ગયો ડર લાગતા ફસકી ગયો

: બેંગ્લોરથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ગુજરાતમાં લવાયેલા રવિ પુજારીની રહેણીકરણી અને વિચારસરણી કોઇ ઉદ્યોગપતિને પણ શરમાવે તેવી છે. રવિ પુજારી સાઉથ આફ્રિકામાં પોતાના પરિવાર સાથે સેટલ થઇ ચુક્યો હતો. તે સાઉથ આફ્રિકામાં નામ બદલીને ન માત્ર રહેતો હતો પરંતુ ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ ચલાવતો હતો. પરિવારમાં પત્ની, માતા અને બે બાળકોનો સમાવેશ થાય છે. 

11 ભાષા જાણતા રવિ પુજારીની ક્રાઇમકુંડળી જાણી ચોંકી ઉઠશો, દાઉદને મારવા ગયો ડર લાગતા ફસકી ગયો

મૌલિક ધામેચા/અમદાવાદ :: બેંગ્લોરથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ગુજરાતમાં લવાયેલા રવિ પુજારીની રહેણીકરણી અને વિચારસરણી કોઇ ઉદ્યોગપતિને પણ શરમાવે તેવી છે. રવિ પુજારી સાઉથ આફ્રિકામાં પોતાના પરિવાર સાથે સેટલ થઇ ચુક્યો હતો. તે સાઉથ આફ્રિકામાં નામ બદલીને ન માત્ર રહેતો હતો પરંતુ ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ ચલાવતો હતો. પરિવારમાં પત્ની, માતા અને બે બાળકોનો સમાવેશ થાય છે. 

દાઉદની હત્યાનો ફુલપ્રુફ પ્લાન બનાવ્યા બાદ છેલ્લી ઘડીએ ફેરવી તોળ્યું. દાઉદની હત્યાનો ફુલપ્રુફ પ્લાન રવિ પુજારી રાજનના કહેવાથી બનાવી ચુક્યો હતો. જો કે છેલ્લી ઘડીએ તેને લાગ્યું કે દાઉદને માર્યા બાદ પોતાની સલામતી અંગે ચિંતા થતા છેલ્લી ઘડીએ ફેરવી તોળ્યું હતું. છોટા રાજન સાથે સંબંધો બગડ્યા બાદ છોટા શકીલ સાથે મળીને પણ થોડો સમય કામ કર્યું હતું. પોતે બહાર કરતા જેલમાં સલામત હોવાનું લાગતા ધરપકડ વહોરી હતી. 

આરોપી રવિ પુજારી જે સેનેગલ ખાતે રહેતો હતો, બેંગ્લોર, કેરાળા તથા મહારાષ્ટ્ર પોલીસ સાથે સંકલન કરીને આરોપીઓને વિદેશથી ભારત લાવવા માટે મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ તથા મીનીસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સ મારફતે પ્રત્યાર્પણ સંધિ  માટે કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી રવિ પુજારીને  ભારત ખાતે લાવવામા આવેલ છે. આરોપી રવિ પુજારી મુળ ઉડીપી, કણાાટકનો છે અને જન્મના થોડા વર્ષ બાદ તે પરીવાર સાથે મુંબઇ આવી ગયો હતો. મુંબઇ ખાતે ધોરણ 10 સુધી અભ્યાસ બાદ તેણે શ્રીકાંત મામા નામના ગુન્હેગાર સાથે કામ કરવાનુ શરૂ કર્યું હતું. બાદમાં આરોપી રવિ પુજારી વિરુદ્ધ  સને 1986-87 માં હત્યાની કોશીશનો ગુન્હો દાખલ થયો હતો. ત્યારબાદ તેણે દાઉદ ઇબ્રાહીમ તેમજ છોટારાજન સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું.

1993 ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટ બાદ છોટા રાજન તથા દાઉદ ઇબ્રાહીમ અલગ થતા પોતે છોટા રાજનના શાર્પશુટર તરીકે કામ ચાલુ રાખ્યું હતું. સને 1996 માં દાઉદ ઇબ્રાહીમ સાથે ચાલતી દુશ્મની અંગે દાઉદ ઇબ્રાહીમના ફાઇનાન્સ  તકયુદીન વાહીની મુબઇ ખાતે હત્યા કર્યા બાદ દાઉદના માણસો  તેને શોધતા હોવાના કારણે તે નેપાળ નાશી છુટ્યો હતો. નેપાળ નાસી ગયા બાદ તે બેગ્લોર ખાતે મોહન કોટીયન જેણે છોટા રાજનની માહિતી દાઉદ ઇબ્રાહીમને આપી હતી. 

મોહન કોટીયન તથા તેના સાથીદારની પોતે હત્યા કરી ડબલ મર્ડરનો ગુન્હો કર્યો હતો. ત્યાર બાદ પોતે નેપાળ અને ત્યાાંથી હોંગ્કોગ ખાતે પાંચેક મહિના રોકાણ બાદ બેંગકોક ખાતે આશરે દોઢેક વર્ષ રહ્યો હતો. ત્યારબાદ યુગાન્ડા, સાઉથ આફ્રિકા અને ત્યાાંથી બુરકીનાફાસો અને ત્યાંથી સેનેગલમાં છેલ્લા 4 વર્ષથી સ્થાયી થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news