Tokyo Olympics: ડિસ્કસ થ્રોની ફાઈનલમાં કમલપ્રીત કૌર છઠ્ઠા સ્થાને 

ભારતીય મહિલા ડિસ્કસ થ્રો એથલીટ કમલપ્રીત કૌર (Kamalpreet Kaur)ની ટોકિયો ઓલિમ્પિક સફર અહીં પૂરી થઈ. કમલપ્રીતે પોતાના 6 પ્રયત્નોમાં સૌથી વધુ 63.70 મીટર દૂર ડિસ્કસ થ્રો કરી.

Tokyo Olympics: ડિસ્કસ થ્રોની ફાઈનલમાં કમલપ્રીત કૌર છઠ્ઠા સ્થાને 

નવી દિલ્હી: ભારતીય મહિલા ડિસ્કસ થ્રો એથલીટ કમલપ્રીત કૌર (Kamalpreet Kaur)ની ટોકિયો ઓલિમ્પિક સફર અહીં પૂરી થઈ. કમલપ્રીતે પોતાના 6 પ્રયત્નોમાં સૌથી વધુ 63.70 મીટર દૂર ડિસ્કસ થ્રો કરી. કમલપ્રીત આ ફાઈનલમાં છઠ્ઠા નંબરે રહી. કમલપ્રીતે ક્વોલિફિકેશનમાં 64 મીટર દૂર ડિસ્કસ થ્રો કરીને ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. 

યુએસએની વાલેરી ઓલમેને 68.98 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો. જર્મનીની ક્રિસ્ટિન પુડેન્ઝ 66.86 મીટર સાથે સિલ્વર અને ક્યૂબાની યાઈમે પેરેઝે 65.72 મીટર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. કમલપ્રીત કૌર 63.70 મીટર સાથે છઠ્ઠા નંબરે રહી. 

— ANI (@ANI) August 2, 2021

કમલપ્રીત કૌર વિશે ખાસ જણાવવાનું કે આ વર્ષે તેનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. કમલપ્રીતે બે વાર 65 મીટરનો આંકડો પાર કરેલો છે. તેણે માર્ચમાં ફેડરેશન કપમાં 65.06 મીટરનો થ્રો ફેંકીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. 65 મીટર પાર કરનારી તે પહેલી ભારતીય મહિલા છે. ત્યારબાદ જૂનમાં ઈન્ડિયન ગ્રાં પી 4માં પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને તેણે 66.59 મીટરનો થ્રો ફેંક્યો હતો. 

ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ ટોચ પર  રહેનારી અમેરિકાની વાલારી આલમેન સિવાય એક માત્ર તે ખેલાડી હતી જેણે 64 મીટર કે તેનાથી વધુ થ્રો લગાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news