India schedule on August 2: કમલપ્રીત અને દુતી ચંદ આજે એક્શનમાં, આ છે ભારતનો કાર્યક્રમ
ટોક્યો ઓલિમ્પિકમાં આજે ભારતની મહિલા એથ્લીટ કમલપ્રીત કૌર ઈતિહાસ રચી શકે છે. તે ડિસ્ક્સ થ્રોની ફાઇનલમાં એક્શનમાં જોવા મળશે.
Trending Photos
ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકમાં રવિવારનો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો તો પુરૂષ હોકી ટીમ બ્રિટનને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. સોમવારનો દિવસ પણ ભારત માટે મહત્વનો રહેવાનો છે. આ છે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો આજનો કાર્યક્રમ.
એથ્લેટિક્સ
દુતી ચંદ, મહિલા 200 મીટર હીટ ચાર, ભારતીય સમયાનુસાર સવારે 7.25 કલાકે
કમલપ્રીત કૌર, મહિલા ડિસ્ક્સ થ્રો ફાઇનલ, ભારતીય સમયાનુસાર સાંજે 4.30 કલાકે.
આ પણ વાંચોઃ Olympics: સિંધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ, હોકી ટીમ સેમીફાઇનલમાં; ભારતે આ રીતે કર્યો બેવડો ધડાકો
ઘોડેસવારી
ફવાદ મિર્ઝા, ઇવેન્ટિંગ જમ્પિંગ વ્યક્તિગત કવોલિફાયર, ભારતીય સમયાનુસાર બપોરે 1.30 કલાકે.
ઇવેન્ટિંગ વ્યક્તિગત જમ્પિંગ ફાઇનલ, ભારતીય સમયાનુસાર સાંજે 5.15 કલાકે.
હોકી
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, મહિલા હોકી ક્વાર્ટર ફાઇનલ, સવારે 8.30 કલાકે.
શૂટિંગ
સંજીવ રાજપૂત અને એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, પુરૂષ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ક્વોલિફિકેશન, ભારતીય સમયાનુસાર સવારે 8 કલાકે.
પુરૂષ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ફાઇનલ, ભારતીય સમયાનુસાર બપોરે 1.20 કલાકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે