Tokyo Olympics: PM મોદીએ હોકી ટીમનો જુસ્સો વધાર્યો, કેપ્ટન સાથે ફોન પર કરી વાત, કહ્યું- હાર-જીત જિંદગીનો ભાગ છે

India vs Belgium Hockey Semi Final: ભારતીય હોકી ટીમ ચાર દાયકા બાદ ઓલિમ્પિક સેમિફાઇનલમાં પહોંચી હતી. બેલ્જિયમ વિરુદ્ધ મેચે કરોડો ભારતીયોના શ્વાસ રોકી દીધા હતા. 

Tokyo Olympics: PM મોદીએ હોકી ટીમનો જુસ્સો વધાર્યો, કેપ્ટન સાથે ફોન પર કરી વાત, કહ્યું- હાર-જીત જિંદગીનો ભાગ છે

ટોક્યોઃ ભારતીય પુરૂષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકના સેમિફાઇનલ મુકાબલામાં બેલ્જિયમ વિરુદ્ધ 2-5થી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ ભારતીય પુરૂષ ટીમનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું તૂટી ગયું છે. ભારતીય પુરૂષ હોકી ટીમ હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે. આ હારે ભારતીય મેન્સ હોકી ટીમની સાથે કરોડો ભારતીય રમત પ્રેમીઓના દિલ તોડી દીધા છે. પ્રધાનમંત્રીએ ટીમને જુસ્સો વધારતા ટ્વીટ કર્યુ કે જીત અને હાર જિંદગીનો ભાગ છે. આપણી મેન્સ હોકી ટીમે પોતાનું બેસ્ટ આપ્યું. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેચ બાદ ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સાથે ફોન પર વાત પણ કરી છે. પીએમ મોદીએ ટીમના કેપ્ટનને આગામી મેચ માટે શુભકામનાઓ પાઠવી છે તથા ઓલિમ્પિકમાં અત્યાર સુધી કરેલા સારા પ્રદર્શનની પ્રશંસા પણ કરી છે. 

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટર પર લખ્યુ- જીત અને હાર તો જિંદગીનો ભાગ છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં આપણી ભારતીય મેન્સ હોકી ટીમે પોતાનું બેસ્ટ આપ્યુ. ભારતીય ટીમને આગામી મેચ અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ. ભારતને પોતાના ખેલાડીઓ પર ગર્વ છે. બેલ્જિયમ વિરુદ્ધ ભારત ત્રીજા ક્વાર્ટર સુધી 2-2થી બરોબરી પર હતું. ચોથા ક્વાર્ટરમાં બેલ્જિયમના જબરદસ્ત હુમલાનો ભારતીય ટીમ પાસે કોઈ જવાબ નહતો. બેલ્જિયમની જીતનો હીરો રહ્યો એલેક્જેન્ડ હેન્ડ્રિક્સ, જેણે આ મેચમાં કુલ ત્રણ ગોલ કર્યા છે. 

— Narendra Modi (@narendramodi) August 3, 2021

પ્રથમ ક્વાર્ટર બાદ ભારતીય ટીમ 2-1થી આગળ હતી. ભારત માટે મેચમાં કુલ બે ગોલ થયા, જેમાં મનદીપ સિંહ અને હરમનપ્રીત સિંહે એક-એક ગોલ કર્યો હતો. બીજી સેમિફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે રમાવાની છે, જીતનારી ટીમ ફાઇનલમાં ગોલ્ડ માટે બેલ્જિયમ સામે ટકરાશે, જ્યારે હારેલી ટીમની ટક્કર બ્રોન્ઝ મેડલ મેચમાં ભારત સામે થશે. 

49 વર્ષ બાદ સેમિફાઇનલમાં પહોંચ્યું હતું ભારત
ભારતીય ટીમ 1972ના ઓલિમ્પિક બાદ પ્રથમવાર સેમિફાઇનલમાં પહોંચી હતી. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનને 3-1થી પરાજય આપી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news