Tokyo Olympics Live: બોક્સિંગમાં સતીષકુમાર, બેડમિન્ટનમાં સિંધુ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા

ટોકિયો ઓલિમ્પિકનો આજે 7મો દિવસ છે. આજના ખેલની શરૂઆત ગોલ્ફર અનિર્બાન લાહિડી અને ઉદયને કરી. આજે ભારતીય શટલર પીવી સિંધુએ રાઉન્ડ ઓફ 16માં ડેનમાર્કની સ્પર્ધકને હરાવીને મેડલ તરફ વધુ એક ડગલું ભર્યું છે. 

Tokyo Olympics Live: બોક્સિંગમાં સતીષકુમાર, બેડમિન્ટનમાં સિંધુ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા

ટોકિયો: ટોકિયો ઓલિમ્પિકનો આજે 7મો દિવસ છે. આજના ખેલની શરૂઆત ગોલ્ફર અનિર્બાન લાહિડી અને ઉદયને કરી. આજે ભારતીય શટલર પીવી સિંધુએ રાઉન્ડ ઓફ 16માં ડેનમાર્કની સ્પર્ધકને હરાવીને મેડલ તરફ વધુ એક ડગલું ભર્યું છે. 

સતીષકુમાર ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા
ભારત માટે આજનો દિવસ સુપર્બ જોવા મળી રહ્યો છે. બોક્સિંગમાં પણ ભારતને જીત મળી છે. બોક્સર સતીષકુમારે 91 કિગ્રા વર્ગમાં અંતિમ 16ના મુકાબલામાં જમૈકાના રિકાર્ડો બ્રાઉનને હરાવ્યો. તેમણે આ મેચ 4-1થી જીતી. સતીષે પહેલો રાઉન્ડ 5-0, બીજો અને ત્રીજો 4-1થી જીત્યો. આ જીત સાથે સતીષકુમાર અંતિમ 8માં પહોંચી ગયા છે. તેઓ મેડલ જીતવાથી એક ડગલું દૂર છે. 

— ANI (@ANI) July 29, 2021

તીરંદાજીમાં અતનુ દાસ જીત્યા
તીરંદાજ અતનુ દાસે પુરુષોના એકલ રાઉન્ડ ઓફ 32 મેચમાં ચાઈનીઝ તાઈપે ડેંગ યુ ચેંગને હરાવ્યો. ત્યારબાદ એલિમિનેશન રાઉન્ડમાં તેમણે દક્ષિણ  કોરિયાના ઓહ જીન હાયેકને 6-5થી હરાવ્યો.

— ANI (@ANI) July 29, 2021

પીવી સિંધુએ મેચ જીતી
ભારતીય શટલર પીવી સિંધુ અંતિમ 8માં એટલે કે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. તેણે રાઉન્ડ ઓફ 16ના મુકાબલામાં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને 2-0થી હરાવી, સિંધુએ પહેલો સેટ 21-15 અને બીજો 21-13થી જીત્યો. આ મેચ 41 મિનિટ સુધી ચાલી. 

— ANI (@ANI) July 29, 2021

હોકીમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન
હોકીમાં ભારતની પુરુષ ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને 3-1થી હરાવીને શાનદાર જીત મેળવી છે. 

— ANI Digital (@ani_digital) July 29, 2021

રોઈંગમાં પાંચમા સ્થાને
રોઈંગમાં ભારતના અરવિંદ અને અર્જૂન ફાઈનલમાં 5માં સ્થાને રહ્યા. ઓવરઓલ તેઓ 11માં સ્થાને રહ્યા. 

ભારતનો આજનો કાર્યક્રમ

આર્ચરી
અતનુ દાસ વિરુદ્ધ દેંગ યૂ ચેંગ (ચીની તાઇપે), મેન્સ સિંગલ્સ અંતિમ 32 એલિમિનેશન મેચ, સવારે 7.30 કલાકે.

બેડમિન્ટન
પીવી સિંધુ વિરુદ્ધ મિયા બ્લિચફેલ્ટ (ડેનમાર્ક), મહિલા સિંગલ્સ, અંતિમ 16. સવારે 6.15 કલાકે. 

બોક્સિંગઃ
સતીષ કુમાર વિરુદ્ધ રિકાર્ડો બ્રાઉન (જમૈકા), મેન્સ પ્લસ 91 કિલો, અંતિમ 16. સવારે 8.15 કલાકે. 
એમસી મેરીકોમ વિરુદ્ધ ઇન્ગ્રિટ લોરેના વાલેંશિયા (કોલંબિયા), મહિલા 51 કિલો, અંતિમ-16. બપોરે 3.35 કલાકે. 

ઘોડે સવારી
ફૌવાદ મિર્ઝા. સવારે 6 કલાકે. 

ગોલ્ફ
અનિર્બાન લાહિડી અને ઉદયન માને, પુરૂષોનો વ્યક્તિગત સ્ટ્રોક પ્લે. સવારે 4 કલાકે. 

હોકી
ભારત વિરુદ્ધ આર્જેન્ટીના, પુરૂષ ગ્રુપ-એ મેચ. સવારે 6 કલાકે. 

નૌકાયન
અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ. પુરૂષોની લાઇટવેટ ડબલ સ્કલ્સ (ક્લાસીફિકેશન) સવારે 5.0 કલાકે. 

સેલિંગ
કેસી ગણપતિ અને વરૂણ ઠક્કર, પુરૂષોની સ્કિફ.
નેત્રા કુમાનન, મહિલાઓની લેસર રેડિયલ રેસ.
વિષ્ણુ સરવનન, પુરૂષોની લેસર રેસ.

શૂટિંગ
રાહી સરનોબત અને મનુ ભાકર, મહિલાઓની 25 મીટર પિસ્તોલ ક્વોલીફિકેશન. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news