Tokyo Olympic: મોરક્કોના બોક્સરે વિરોધી બોક્સરના કાનમાં બટકું ભર્યું, જજોએ દેખાડ્યો બહારનો રસ્તો

ટોક્યો ઓલિમ્પિકમાં મંગળવારે એક બોક્સર ખેલ ભાવના ભૂલી ગયો હતો. તેણે વિરોધી બોક્સરના કાનમાં બટકું ભરવાનો પ્રયાસ કર્યો હતો. 
 

Tokyo Olympic: મોરક્કોના બોક્સરે વિરોધી બોક્સરના કાનમાં બટકું ભર્યું, જજોએ દેખાડ્યો બહારનો રસ્તો

ટોક્યોઃ મોરક્કોના એક હેવીવેટ બોક્સર (91 કિલોગ્રામ) એ ટોક્યો ઓલિમ્પિકમાં પોતાના શરૂઆતી મુકાબલામાં ન્યૂઝીલેન્ડના વિરોધી બોક્સરને કાનમાં બટકું ભરવાનો પ્રયાસ કર્યો. યૂનુસ બલ્લાએ ત્રીજા રાઉન્ડના મુકાબલામાં માઇક ટાયસનની જેમ રિંગ ડેવિડ ન્યાકાના કાનની પાસે બટકું ભરવાનો પ્રયાસ કર્યો હતો. 

યૂનુસને જજોના સર્વસંમત નિર્ણયથી હારનો સામનો કરવો પડ્યો અને ન્યાકા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. યૂનુસે પરંતુ માઉથ ગાર્ડ (દાંતોને ઈજાથી બચાવનાર કવચ) પહેર્યુ હતું, જેના કારણે ન્યાકાના કાનની પાસે તેના દાંતોનું નિશાન બની શક્યુ નહીં. 

— GoldMyne (@GoldmyneTV) July 27, 2021

ન્યાકાએ કહ્યુ- તે સંપૂર્ણ રીતે કાન કાપવામાં સફળ રહ્યો નહીં. મારૂ નસિબ સારૂ હતું કે તેણે માઉથગાર્ડ પહેર્યુ હતું અને તે એટલું ગંભીર નહતું. મને લાગે છે કે તે મારા ગાલ પર બટકું ભરવા ઈચ્છતો હતો. 

રેફરી આ ઘટનાને જોઈ શક્યા નહીં જેથી યૂનુસને બાઉટ દરમિયાન દંડિત કરવામાં આવ્યો નહીં. આ ટેલીવિઝન કેમેરામાં કેદ થઈ ગયું. ટાયસને 1997માં ઇવાન્ડર હોલીફીલ્ડના કાનમાં બે વખત બટકું ભર્યુ હતું. આ ઘટના ખુબ ચર્ચામાં રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news