IPL 2021 પર ખતરો? વાનખેડે સ્ટેડિયમમાં વધુ ત્રણ કોરોના કેસ નોંધાયા

Wandkhede Stadium Covid Positive: વાનખેડે સ્ટેડિયમમાં વધુ ત્રણ કોરોના કેસ મળ્યા છે. તેમાં બે મેદાનકર્મી અને પ્લંબર છે. મુંબઈમાં પ્રથમ મેચ 10 એપ્રિલે રમાવાની છે. 

IPL 2021 પર ખતરો? વાનખેડે સ્ટેડિયમમાં વધુ ત્રણ કોરોના કેસ નોંધાયા

મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની આગામી સીઝનની 10 મેચોની યજમાની માટે લીલી ઝંડી મળ્યા બાદ પરિસરમાં કોરોના વાયરસ સંક્રમણના વધુ ત્રણ કેસ સામે આવ્યા છે જેમાંથી બે મેદાનકર્મી અને એક પ્લંબર છે. 

આઈપીએલ સીઝનનો પ્રારંભ નવ એપ્રિલે ચેન્નઈમાં થશે જ્યારે મુંબઈમાં પ્રથમ મેચ 10 એપ્રિલે રમાશે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના એક સૂત્રએ કહ્યુ, સ્ટેડિયમમાં ટેસ્ટ દરમિયાન કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ મળ્યા છે, જેમાંથી બે મેદાનકર્મી છે. 

આ પહેલા પાછલા શનિવારે 10 મેદાનકર્મી કોરોનાથી સંક્રમિત થવાના સમાચાર આવ્યા હતા પરંતુ તેમાંથી મોટા ભાગના રિકવર થઈ ગયા છે. મહારાષ્ટ્ર સરકારે શહેરમાં વીકેન્ડમાં લૉકડાઉનની જોગવાઈઓ અને રાત્રી કર્ફ્યૂ છતાં તેના આયોજનની મંજૂરી આપી હતી. 

સરકારે રાત્રી કર્ફ્યૂ દરમિયાન પણ ટીમોને પોતાની સંબંધિત હોટલોથી રાત્રે આઠ કલાક બાદ યાત્રા કરવા અને સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપી છે. મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોનાના 47,000 કેસ સામે આવ્યા હતા, તો મુંબઈમાં આ મહામારીની ઝપેટમાં આવનારની સંખ્યા 9000થી વધુ છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news