વર્ષો સુધી ટીમ ઈન્ડિયા માટે દિલથી રમ્યા ક્રિકેટ, નિવૃત્તિ વખતે આ 5 મહાન ક્રિકેટરોને ક્યારેય ન મળ્યું સન્માન

નિરાશાજનક બાબત છે કે આમાં ઘણા મહાન ભારતીય ક્રિકેટરોના નામ સામેલ છે. આવો એક નજર કરીએ ભારતના એવા કયા 5 દિગ્ગજ છે, જેમણે સંન્યાસ લીધા બાદ પૂરા સન્માન સાથે મેદાનમાંથી વિદાય મળી ન હતી.

વર્ષો સુધી ટીમ ઈન્ડિયા માટે દિલથી રમ્યા ક્રિકેટ, નિવૃત્તિ વખતે આ 5 મહાન ક્રિકેટરોને ક્યારેય ન મળ્યું સન્માન

નવી દિલ્હી: દરેક ક્રિકેટર ઈચ્છે છે કે જ્યારે તે ક્રિકેટમાંથી નિવૃત્તિ લે ત્યારે મેદાનમાંથી તેની વિદાય પૂરા સન્માન સાથે હોય, પરંતુ ભારતમાં કેટલાક કમનસીબ ક્રિકેટર છે જેમને આ સન્માન મળ્યું નથી. નિરાશાજનક બાબત છે કે આમાં ઘણા મહાન ભારતીય ક્રિકેટરોના નામ સામેલ છે. આવો એક નજર કરીએ ભારતના એવા કયા 5 દિગ્ગજ છે, જેમણે સંન્યાસ લીધા બાદ પૂરા સન્માન સાથે મેદાનમાંથી વિદાય મળી ન હતી.

મહેન્દ્રસિંહ ધોની
મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય ટીમને ઘણી ઐતિહાસિક સ્થિતિઓ અપાવી છે. ધોનીની કપ્તાની હેઠળ ભારતે ICC વર્લ્ડ T20 (2007), ક્રિકેટ વર્લ્ડ કપ (2011) અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી (2013)નો ખિતાબ જીત્યો છે. આ સિવાય ભારત 2009માં પ્રથમ વખત ટેસ્ટમાં નંબર વન બન્યું હતું. ડિસેમ્બર 2014માં ધોનીએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ પછી ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ ODI અને T20 ઈન્ટરનેશનલમાંથી પણ નિવૃત્તિ લીધી હતી. ભારતને આટલી સફળતા અપાવ્યા બાદ ધોની વિદાય મેચના સન્માનનો હકદાર હતો. પરંતુ તેના માટે આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

વીરેન્દ્ર સેહવાગ
વીરેન્દ્ર સેહવાગે ભારત માટે 104 ટેસ્ટમાં 49.34ની એવરેજથી 8586 રન બનાવ્યા. જેમાં 23 સદી અને 32 અડધી સદી સામેલ છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 319 રહ્યો છે. વીરુએ 251 વનડેમાં 8273 રન બનાવ્યા. જેમાં 15 સદી અને 38 અડધી સદી સામેલ છે. આ ફોર્મેટમાં વીરુનો સર્વશ્રેષ્ઠ સ્કોર 219 છે. આ સિવાય વીરુએ 19 T20 મેચમાં 394 રન બનાવ્યા જેમાં 68 રન તેનો સર્વોચ્ચ સ્કોર હતો. વીરેન્દ્ર સેહવાગે વર્ષ 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું, પરંતુ તેને વિદાય મેચનું સન્માન મળ્યું ન હતું.

ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીરે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તેને વિદાય મેચનું સન્માન મળ્યું ન હતું. ગૌતમ ગંભીર પાકિસ્તાન સામે 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપની શ્રીલંકા સામેની ફાઇનલ મેચનો હીરો હતો. તેણે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 58 ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું અને 41.95ની સરેરાશથી 4154 રન બનાવ્યા. જેમાં નવ સદીનો સમાવેશ થાય છે. ગંભીરે 147 વન-ડેમાં 39.68ની એવરેજથી 5238 રન બનાવ્યા છે. જેમાં 2011ના વર્લ્ડ કપની ફાઇનલમાં 97 રનની યાદગાર ઇનિંગ રમી હતી. જેના કારણે ભારત બીજી વખત વર્લ્ડ કપ જીત્યું હતું. તેણે વનડેમાં 11 સદીની ઇનિંગ્સ રમી હતી. ગંભીરે ટી20 ઈન્ટરનેશનલમાં પણ પોતાની છાપ છોડી હતી. તેણે 37 મેચોમાં સાત અડધી સદીની મદદથી 27.41ની સરેરાશ સાથે 932 રન બનાવ્યા.

રાહુલ દ્રવિડ
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ખરાબ પ્રદર્શન બાદ રાહુલ દ્રવિડે વર્ષ 2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ટીમ ઈન્ડિયાના માત્ર બે જ એવા બેટ્સમેન છે, જેમણે ટેસ્ટ અને વનડે બંનેમાં 10,000થી વધુ રન બનાવ્યા છે. સચિન તેંડુલકર સિવાય દ્રવિડે ટેસ્ટમાં 13,288 રન બનાવ્યા છે. જેમાં 36 સદી અને 63 અડધી સદી સામેલ છે. દ્રવિડે વનડેમાં 10,889 રન બનાવ્યા છે. જેમાં તેની 12 સદી સામેલ છે. દ્રવિડે વનડેમાં 10,889 રન બનાવ્યા છે. જેમાં તેની 12 સદી સામેલ છે. ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ લેવાનો વર્લ્ડ રેકોર્ડ દ્રવિડના નામે છે. તેણે 301 ઇનિંગ્સમાં 210 કેચ લીધા હતા. ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર દ્રવિડે કોચિંગના ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું, પરંતુ તેને વિદાય મેચનું સન્માન ન મળ્યું.

ઝહીર ખાન
ટીમ ઈન્ડિયાના મહાન ફાસ્ટ બોલર ઝહીર ખાને વર્ષ 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો, પરંતુ તેને વિદાય મેચનું સન્માન મળ્યું ન હતું. ડાબોડી ફાસ્ટ બોલર ઝહીર ખાને લાંબા સમય સુધી ભારતીય ઝડપી બોલિંગ આક્રમણની ભાગડોર સંભાળી હતી. ઝહીર ઘણા સમયથી ઈજાગ્રસ્ત ચાલી રહ્યો હતો. જેના કારણે તેને ટીમ ઈન્ડિયાની બહાર રાખવામાં આવ્યો હતો. ઝહીરે છેલ્લી ટેસ્ટ ફેબ્રુઆરી 2014માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી, જ્યારે છેલ્લી ODI ઓગસ્ટ 2012માં પલ્લીકલમાં શ્રીલંકા સામે રમી હતી. જે બાદ તે ટીમ ઈન્ડિયામાં પરત ફરી શક્યો નહોતો. ઝહીર ખાને ભારત માટે 92 ટેસ્ટ મેચમાં 311 વિકેટ લીધી હતી. જ્યારે ઝહીરે 200 વનડેમાં 282 વિકેટ લીધી હતી. આ સિવાય તેણે 17 T20 મેચમાં 17 વિકેટ ઝડપી છે. ઝહીરે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 થી વધુ વિકેટ લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news