બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો ઈતિહાસઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ટેસ્ટ ક્રિકેટની રોચક કહાની
Border-Gavaskar Trophy: 1996થી શરૂ થયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો ઈતિહાસ ખૂબ જ રોચક રહ્યો છે. આ ટ્રોફીમાં અનેક ઐતિહાસિક ટેસ્ટ મેચો રમાય છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી એટલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝ. આ ટેસ્ટ ક્રિકેટનો ઇતિહાસ સારો રહ્યો છે. ઓસ્ટ્રેલિય અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાતી એશિસના સમકક્ષ આ ટ્રોફી છે.
Trending Photos
Epic tale of India vs Australia/યશ કંસારાઃ ભારતીય ક્રિકેટ ટીમે 1947થી 1996ની વચ્ચે 50 ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કર્યો હતો. ત્યારબાદ 1996માં ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કર અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એલન બોર્ડરની સિદ્ધિઓની ઉજવણી કરવા માટે 1996માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂ કરવામાં આવી.
સુનીલ ગાવસ્કર અને એલન બોર્ડર ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર હતા. અને ઘણા સમય સુધી ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા. હાલમાં, ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટર સચિન તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. યોગાનુયોગ, સચીન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલાં, ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીના ઈતિહાસમાં 12 સિરીઝમાં બંને દેશો વચ્ચે ટક્કર થઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ 7 વખત અને ભારત માત્ર એક વખત જીત્યું હતું. જ્યારે, ચાર સિરીઝ ડ્રો થઈ હતી.
જ્યારથી, આ સિરીઝનું નામ બોર્ડર-ગાવસ્કાર રાખવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી 15 સિરીઝ રમાઈ ચુકી છે.
વર્ષ ભારત ઓસ્ટ્રેલિયા ડ્રો પરિણામ
1996-97 1 0 0 ભારત
1997-98 2 1 0 ભારત
1999-2000 0 3 0 ઓસ્ટ્રેલિયા
2000-01 2 1 0 ભારત
2003-04 1 1 2 ડ્રો
2004-05 1 2 1 ઓસ્ટ્રેલિયા
2007-08 1 2 1 ઓસ્ટ્રેલિયા
2008-09 2 0 2 ભારત
2010-11 2 0 0 ભારત
2011-12 0 4 0 ઓસ્ટ્રેલિયા
2012-13 4 0 0 ભારત
2014-15 0 2 2 ઓસ્ટ્રેલિયા
2016-17 2 1 1 ભારત
2018-19 2 1 1 ભારત
2020-21 2 1 1 ભારત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ ક્રિકેટ હંમેશા રોમાંચક રહી છે. અને 1996માં બોર્ડર-ગાવસ્કર બેનર હેઠળ બંને ટીમો પ્રથમ વખત ટકરાઈ હતી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ઑક્ટોબરમાં દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ખાતે આયોજિત એકમાત્ર ટેસ્ટ માટે ભારતના પ્રવાસે આવી હતી. ભારતે ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવ્યું હતું. જેમાં નયન મોંગિયાને પ્રથમ ઈનિંગમાં સદી માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતો.
ઓસ્ટ્રેલિયા 1997-98માં ત્રણ મેચની ટેસ્ટની શ્રેણી માટે ફરી ભારત આવ્યું હતું. ત્યારે ભારતીય ટીમ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની આગેવાનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી હતી. ભારતે ચેન્નાઈ અને કોલકાતામાં રમાયેલી પ્રથમ બે ટેસ્ટ મેચમાં જીત મેળવી હતી. જેમાં સચિન તેંડુલકરે શેન વોર્નની બોલિંગ પર રનોનો વરસાદ કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ બેંગ્લોરમાં આશ્વાસનજનક જીત મેળવી હતી.
સચિન તેંડુલકરની આગેવાનીમાં ભારતીય ટીમ 1999-2000ની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવા ગઈ હતી. આ વખતેઓસ્ટ્રેલિયાએ એડિલેડ, મેલબોર્ન અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલી ત્રણેય ટેસ્ટ મેચોમાં ભારતને હરાવ્યું હતું. આ શ્રેણીમાં એક્સપ્રેસ ફાસ્ટ બોલર બ્રેટ લીએ ટેસ્ટ મેચમાં કારકિર્દી શરૂ કરી હતી. આ સિરીઝ LBW નિર્ણય માટે પણ જાણીતી છે, જે સચિન તેંડુલકર વિરુદ્ધ ગયો હતો.
2001ની ટેસ્ટ શ્રેણીની ગણના રમતના ઈતિહાસમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ મેચોમાં થાય છે. આ તે શ્રેણી પણ હતી જ્યાં સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે સ્ટાર્સથી ભરપૂર ઓસ્ટ્રેલિયા ટીમના રેકોર્ડ 16-ટેસ્ટ મેચ જીતવાના સિલસિલાને સમાપ્ત કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ મુંબઈમાં પહેલી મેચ જીત્યું હતું. તે પછી ભારતે 2-1થી શ્રેણી જીતી લીધી હતી. હરભજન સિંહની હેટ્રિક અને VVS લક્ષ્મણની 281 રનની અવિશ્વસનીય ઈનિંગ બીજી ટેસ્ટ મેચમાં ભારતની પ્રોત્સાહક જીતે આખરે તેમને ચેન્નાઈમાં ટેસ્ટ શ્રેણી જીતવામાં મદદ કરી હતી.
સૌરવ ગાંગુલીની કપ્તાની હેઠળ, ભારતીય ક્રિકેટ ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને જાળવી રાખવા ઓસ્ટ્રેલિયામાં 2003-04ની સિરીઝ 1-1થી ડ્રો કરવા માટે શાનદાર ક્રિકેટ રમી હતી.
ડાઉન અન્ડરમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માનવામાં આવે છે, આ શ્રેણીમાં ભારતીય ખેલાડીઓ દ્વારા કેટલાક જાજરમાન વ્યક્તિગત પ્રદર્શન જોવા મળ્યા હતા.
ચાર મેચની ટેસ્ટ શ્રેણીને ઝહીર ખાન અને અનિલ કુંબલેના પાંચ-પાંચ વિકેટ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. જ્યારે રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરની બેવડી સદી બેટ્સમેનોના પ્રદર્શનને મુખ્ય બનાવી હતી, કારણ કે તેઓએ શ્રેણી ડ્રો કરી હતી. ભારતે ચોથી ટેસ્ટમાં 705/7નો જંગી સ્કોર નોંધાવ્યો, જે અત્યાર સુધીની શ્રેણીમાં સૌથી વધુ છે.
આ પણ વાંચો:
ઓસ્ટ્રેલિયામાં ભારતના પરાક્રમ બાદ, કાંગારૂઓ માટે ભારતની ધરતી પર પરત કરવાનો સમય આવી ગયો હતો. રસપ્રદ વાત એ છે કે, 2004 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાનો 2-1થી વિજય તેમની 1969-70 પ્રવાસ પછી ભારતમાં તેમની પ્રથમ ટેસ્ટ શ્રેણી જીત હતી.
ઓસ્ટ્રેલિયાને 2007-08 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ઘરેલું ફાયદો મળ્યો હતો. જ્યારે બંને રાષ્ટ્રો ચાર મેચની ટેસ્ટ શ્રેણી માટે ફરી એકવાર સામસામે આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 2-1થી જીતી હોવા છતાં, પર્થની મુશ્કેલ પરિસ્થિતિઓમાં અને અમ્પાયરિંગના વિવાદાસ્પદ નિર્ણયોની શ્રેણીમાં ભારતની અસંભવિત જીત માટે તેને વધુ યાદ કરવામાં આવે છે. આ મેચમાં અમ્પાયરિંગ વિવાદસ્પદ રહી હતી. ઓસ્ટ્રેલિયા પર રમતની ભાવનાને જાળવી ન રાખવાનો આરોપ હતો. આ મેચમાં મંકીગેટ સ્કેન્ડલના દ્રશ્ય સર્જાયા હતા. જ્યાં હરભજન સિંહ પર એન્ડ્રુ સાયમન્ડ્સ પર જાતિવાદી ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
2008ની શ્રેણી ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ - સૌરવ ગાંગુલી અને અનિલ કુંબલે માટે હંમેશા યાદ રહેશે. બંનેએ પોતપોતાની કારકિર્દીમાં છેલ્લી વખત ભારતીય જર્સી પહેરી હતી. ભારતમાં રમાયેલી ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવ્યું હતું.
યાદગાર મોહાલી ટેસ્ટ 2010ની ભારત-ઓસ્ટ્રેલિયા બે મેચની ટેસ્ટ શ્રેણી ભારતમાં રમાઈ હતી. પ્રથમ ટેસ્ટની ચોથી ઇનિંગમાં 216 રનના લક્ષ્યનો પીછો કરતા યજમાન ટીમે એક પછી એક આઠ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે જીતવા માટે હજુ 92 રનની જરૂર હતી. VVS લક્ષ્મણ અને ઇશાંત શર્માએ નવમી વિકેટ માટે 81 રનની અવિશ્વસનીય ભાગીદારી નોંધાવી હતી. પાછીથી, પ્રજ્ઞાન ઓઝા અને વીવીએસ લક્ષ્મણે ભારતને એક વિકેટથી રોમાંચક જીત અપાવી હતી. બેંગલોરમાં રમાયેલી બીજી ટેસ્ટમાં યજમાનોએ ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવીને બે મેચની શ્રેણી 2-0થી જીતી લીધી હતી
યજમાન ઓસ્ટ્રેલિયાએ ભારતને 4-0થી વ્હાઇટવોશ કરીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2011-12ની ડાઉન અંડર શ્રેણીમાં ફરીથી મેળવી હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માઈકલ ક્લાર્કે ચાર ટેસ્ટમાં 125.20ની એવરેજથી 626 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. શ્રેણીની બીજી મેચમાં ક્લાર્કે અણનમ 329 રનનો તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો.
મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની હેઠળ ભારતે ડાઉન અંદરનો બદલો લીધો હતો. 2013માં ભારતમાં આયોજિત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવા માટે ઓસ્ટ્રેલિયનોનો 4-0થી વ્હાઇટવોશ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, ચેન્નાઈની પ્રથમ ટેસ્ટમાં એમએસ ધોનીએ ભારતીય ટેસ્ટ કેપ્ટન તરીકે 224 રન બનાવીને સચિન તેંડુલકરના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો હતો.
2014 વર્ષ હતું જેણે ક્રિકેટ વિશ્વને હચમચાવી નાખ્યું હતું કારણ કે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન ફિલિપ હ્યુજીસ દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચેની સ્થાનિક શેફિલ્ડ શીલ્ડ મેચ દરમિયાન શોર્ટ-પિચ બોલને કારણે મૃત્યુ પામ્યા હતા. આ ઘટના 2014માં ઓસ્ટ્રેલિયા-ભારત ટેસ્ટ શ્રેણી પહેલા બની હતી.
2015માં ભારત 2-0થી સિરીઝ હાર્યું હતું. જ્યારે, આ સિરીઝની ત્રીજી મેચ બાદ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. વિરાટ કોહલીને ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે 2017માં ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમવા માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. પહેલી મેચ હાર્યા બાદ, યજમાન ભારતે મજબૂત વાપસી કરી અને શ્રેણી 2-1થી જીતી લીધી હતી.
વિરાટ કોહલીની કપ્તાની હેઠળ, ભારતીય ટીમે 1947-48 પછી પ્રથમ વખત ડાઉન અંડર ટેસ્ટ શ્રેણી જીતનાર પ્રથમ એશિયન રાષ્ટ્ર બનીને ઇતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયા ટીમમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની કમી જોવા મળી હતી. બંને સેન્ડપેપર ગેટ માટે 12 મહિનાનો પ્રતિબંધ ભોગવી રહ્યા હતા. ભારતે 2-1થી સિરીઝ જીતી હતી. શ્રેણીમાં ભારતીય ટીમનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું કર્યું. ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝના ઈતિહાસમાં આ એક મહત્વપૂર્ણ શ્રેણી હતી.
ટીમ ઈન્ડિયા, ઘણી બધી ઈજાઓથી ત્રસ્ત હતી. કેપ્ટન વિરાટ કોહલી વિના, બે વર્ષમાં ટેસ્ટ શ્રેણીમાં સતત બીજી વખત ઓસ્ટ્રેલિયાને હરાવી હાઈ-પ્રોફાઈલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખી છે.
અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે બ્રિસ્બેનમાં ચોથી અને અંતિમ ટેસ્ટમાં યજમાન ટીમને ત્રણ વિકેટથી હરાવીને ચાર મેચની શ્રેણી 2-1થી જીતી લીધી હતી. જ્યારે ભારતે ગાબામાં ઓસ્ટ્રેલિયાને હરાવીને નવો ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ટીમ એ ટીમ હતી જેમણે 32 વર્ષમાં ગાબા પર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં ભારતને તેના સૌથી ઓછા ટેસ્ટ ટોટલ 36 રનમાં ઓસ આઉટ કર્યું હતું . જો કે, ભારતે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે અદભૂત કમબેક કર્યું હતું. બોક્સિંગ ડે ટેસ્ટ ભારતે આઠ વિકેટે જીતી હતી. બાદમાં, ત્રીજી ટેસ્ટ સિડનીમાં ડ્રો થઈ હતી.
આ પણ વાંચો:
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે