Tennis : નાદાલ જોકોવિચને પછાડી ફરી બન્યો નંબર-1, વિમેન્સમાં એશ્લે બાર્ટી ટોચે

રાફેલ નાદાલ સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવામાં રોજર ફેડરર પછી બીજા નંબરે છે. ફેડરરના નામે 20 અને નાદાલના નામે 19 ગ્રાન્ડસ્લેમ ટાઈટલ છે. 

Tennis : નાદાલ જોકોવિચને પછાડી ફરી બન્યો નંબર-1, વિમેન્સમાં એશ્લે બાર્ટી ટોચે

લંડનઃ સ્પેનનો રાફેલ નાદાલ સતત શ્રેષ્ઠ પ્રદર્શનના બળે ફરી એક વખત દુનિયાનો નંબર-1 ટેનિસ ખેલાડી બની ગયો છે. તેણે તાજેતરના એટીપી વર્લ્ડ રેન્કિંગ (ATP Ranking)માં નોવાક જોકોવિકનું નંબર-1નું સ્થાન ઝુંટવી લીધું છે. સર્બિયાના નોવાક જોકોવિકે રવિવારે જ પેરિસ માસ્ટર્સ ટાઈટલ જીત્યું હતું, તેમ છતાં તે પોતાનું ટોચનું સ્થાન જાળવી શક્યો નહીં. 

રાફેલ નાદાલે ગયા વર્ષે 4 નવેમ્બર, 2018ના રોજ નંબર-1ના સ્થાન સાથે વર્ષની સમાપ્તી કરી હતી. તેણે તાજેતરમાં જ ઈજાના કારણે પેરિસ માસ્ટર્સ સેમીફાઈનલ મુકાબલામાંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધું હતું. રાફેલ નાદાલ સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવામાં રોજર ફેડરર પછી બીજા નંબરે છે. ફેડરરના નામે 20 અને નાદાલના નામે 19 ગ્રાન્ડસ્લેમ ટાઈટલ છે. 

જોકોવિકને નંબર-1નું સ્થાન એટલા માટે ગુમાવવું પડ્યું, કેમ કે તેણે પોતાનો એક પોઈન્ટ ગુમાવી દીધો છે, જે તેણે એક વર્ષ પહેલા લંડનમાં નાદાલની ગેરહાજરીમાં મેળવ્યો હતો. જો નાદાલ વર્લ્ડ ટૂર ફાઈનલ્સ નહીં રમે તો જોકોવિક ફરીથી નંબર-1 સ્થાન પર આવી જશે. આમ થશે તો જોકોવિક ટોચના સ્થાન સાથે વર્ષની સમાપ્તી કરશે. 

ATP Rankingમાં ટોચના 5 પુરુષ ખેલાડી
1. રાફેલ નાદાલ, સ્પેન (9585 પોઈન્ટ)
2. નોવાક જોકોવિક, સર્બિયા (8945 પોઈન્ટ)
3. રોજર ફેડરર, સ્વિટ્ઝર્લેન્ડ (6190 પોઈન્ટ)
4. ડેનિલ મેદ્વેદેવ, રશિયા (5705 પોઈન્ટ)
5. ડોમિનિક થિયમ, ઓસ્ટ્રીયા (5025 પોઈન્ટ)

વિમેન્સમાં એશ્લે બાર્ટી પહોંચી ટોચે 
મહિલાઓમાં એશ્લે બાર્ટી 7851 પોઈન્ટ સાથે ડબલ્યુટીએ રેન્કિંગમાં પોતાના ટોચના સ્થાને યથાવત છે. તેણે આ વર્ષે ફ્રેન્ચ ઓપનના સ્વરૂપમાં પોતાનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીત્યું હતું. ચેક ગણરાજ્યની કેરોલિના પ્લિસ્કોવા બીજા નંબરે છે. જાપાનની નાઓમી ઓસાકા ત્રીજા અને  સિમોના હાલેપ ચોથા નંબરે છે.  સેનઝેન ઓપનની ફાઈનલમાં પરાજય થવાના કારણે એલીના સ્વિટોલિના છઠ્ઠા નંબરે પહોંચી ગઈ છે. 

ATP Rankigમાં ટોચની 5 મહિલા ખેલાડી 
1. એશ્લે બાર્ટી, ઓસ્ટ્રેલિયા (7851 પોઈન્ટ)
2. કેરોલિન પ્લિસ્કોવા, ચેઝ રિપબ્લિક (5940 પોઈન્ટ)
3. નાઓમિ ઓસાકા, જાપાન (5496 પોઈન્ટ)
4. સિમોના હાલેપ, રોમાનિયા (5462 પોઈન્ટ)
5. બિયાન્કા એન્દ્રેસ્ક્યુ, કેનેડા (5192 પોઈન્ટ) 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news