વિરાટ એન્ડ કંપનીએ વર્લ્ડ કપ 2019 પહેલા BCCIની સમક્ષ મૂકી આ ત્રણ માંગ 

ઈંગલેન્ડમાં યોજાવનારા આઇસીસી વર્લ્ડ કપ 2019 પહેલા વિરાટ કોહલી એન્ડ કંપનીએ અમૂક પ્રકારની માંગ કરી છે.

વિરાટ એન્ડ કંપનીએ વર્લ્ડ કપ 2019 પહેલા BCCIની સમક્ષ મૂકી આ ત્રણ માંગ 

નવી દિલ્હી: ઈંગલેન્ડમાં યોજાવનારા આઇસીસી વર્લ્ડ કપ 2019 પહેલા વિરાટ કોહલી એન્ડ કંપનીએ અમૂક પ્રકારની માંગ કરી છે. રેલવેના એક આખો રિઝર્વ કોચ, પત્નીઓ અને પસંદગીના ફ્રૂટ જેમકે કેળાની ટીમ ઇન્ડિયાએ આગામી વિશ્વકપ પહેલા આ માંગ કરી છે. વિદેશ પ્રવાસ પર ગર્લફ્રેન્ડ અને પત્નીઓને માંગ ટીમ ઇન્ડિયાએ થોડા સમય આગઉ પણ કરી હતી. જ્યારે આ માંગ પર આત્યાર સુધીમાં કોઇ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે, કે ટીમ ઇન્ડિયાએ પત્નીઓ અને ગર્લફ્રેન્ડને સાથે રાખવાની સાથે બીજી અન્ય બે માંગો કરવામાં આવી છે. 
 
ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક સમાચાર અનુસાર, ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 11 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં યોજાયેલી બેઠકમાં કમીટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સની સામે આ ત્રણ માંગો પૂર્ણ કરવા માટે અનુરોધ કર્યો હતો. સૂત્રોનું કહેવું છે, કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ભારતીય ટીમના ખેલાડીઓની જરૂરિયતો પૂરી કરાવા માટે અસફળ રહ્યા હતા. આવામાં વિરાટ કોહલીએ સીઓએ સામે આ માંગ કરી છે. 

આ સાથે જ ખેલાડીઓ સાથે વિદેશ પ્રવાસમાં પત્નીઓને સાથે રાખવાની માંગ પણ આ મીટીંગમાં ઉભી કરવામાં આવી હતી. જ્યારે હાલમાંજ ભારતે ઈંગ્લેન્ડનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. મળતી માહિતી મુજબ, આ રિવ્યુ મીટીંગમાં સીરીઝ શરૂ થયા પહેલા થઇ હતી. જેમાં કેપ્ટન વિરાટ કોહલી સિવાય અજીક્ય રહાણે, રોહીત શર્મા અને કોચ રવિ શાસ્ત્રી તથા પસંદગી સમિતિના ચેરમેન એમએસકે પ્રસાદનો પણ સમાવેશ થાય છે. 

ICC World Cup 2019, India

આ મીટીંગમાં ખેલાડીઓની સુરક્ષા અંગે પણ માંગ રજૂ કરવામાં આવી હતી. જેના પર સીઓએ ગુસ્સે થયા હતા. મહત્વનું છે, કે સીઓએ દ્વારા આવતા મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જનારી ભારતીય ટીમની સાથે પત્નીઓને ઓસ્ટ્રેલીયામાં ઓફિશિયલ બસમાં બેસવાની અનુમતિ આપવામાં આવી નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news