ટી20 વિશ્વકપ 2024 પહેલા ટીમ ઈન્ડિયાની છેલ્લી પરીક્ષા, તૈયારી માટે બાકી માત્ર ત્રણ મેચ
ટીમ ઈન્ડિયા ટી20 વિશ્વકપ 2024 પહેલા પોતાની અંતિમ ટી20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝમાં કુલ ત્રણ મુકાબલા રમાઈ રહ્યાં છે. ટી20 વિશ્વકપ 1 જૂનથી રમાશે.
Trending Photos
મોહાલીઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝ રમાવાની છે. આ સિરીઝની પ્રથમ મેચ 11 જાન્યુઆરીથી મોહાલીમાં રમાશે. આ સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી 14 મહિના બાદ ટી20 આંતરરાષ્ટ્રીયમાં વાપસી કરી રહ્યાં છે. પરંતુ કોહલી પ્રથમ ટી20 મેચમાં રમશે નહીં. તમને જણાવી દઈએ કે જૂનમાં રમાનાર ટી20 વિશ્વકપ પહેલા ટીમ ઈન્ડિયાની આ અંતિમ ટી20 સિરીઝ છે. ત્યારબાદ ભારતીય ટીમ સીધી વિશ્વકપમાં રમતી જોવા મળશે. આ સિરીઝમાં ટીમ મેનેજમેન્ટ દરેક ખેલાડીના પ્રદર્શન પર નજીકથી નજર રાખશે.
વિશ્વકપ પહેલા માત્ર ત્રણ મેચ
ટી20 ઈન્ડિયાને ટી20 વિશ્વકપ 2024 પહેલા હવે માત્ર ત્રણ મેચનો સમય મળશે. આ સિરીઝમાં કેટલાક ખેલાડી એવા છે જે ઈજાને કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે, પરંતુ વિશ્વકપમાં રમતા જોવા મળી શકે છે. સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા તેમાંથી મોટા નામ છે. આ સિરીઝમાં કુલ ત્રણ મેચ રમાવાની છે. તેવામાં ટીમ ઈન્ડિયાની પાસે વિશ્વકપ પહેલા માત્ર ત્રણ મેચ બાકી છે. ત્યારબાદ ભારતીય ટીમ સીધી ટી20 વિશ્વકપમાં ટી20 મેચ રમશે. આ વર્ષે ટી20 વિશ્વકપ 1 જૂનથી 29 જૂન વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાશે.
ભારતીય ખેલાડીઓને મળશે તક
ભારતીય ટીમ વિશ્વકપ પહેલા પોતાની અંતિમ ટી20 સિરીઝ રમી રહી હોય, પરંતુ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને તૈયારી કરવાની સંપૂર્ણ તક મળશે. હકીકતમાં વિશ્વકપ પહેલા આઈપીએલનું આયોજન થવાનું છે. જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પ્રેક્ટિસ કરી શકે છે. તો પસંદગીકારો પણ વિશ્વકપ પહેલા આઈપીએલમાં ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખી શકે છે.
અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શભાઈ સિંહ. , અવેશ ખાન, મુકેશ કુમાર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે