T20: જાણો ભારતને ક્યારે-ક્યારે મળી સૌથી મોટી હાર
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી પ્રથમ ટી20 મેચ ભારત માટે અનલકી સાબિત થયો હતો. ટી20 મેચમાં રનના અંતરથી ભારતે સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડે વેસ્ટપૈક સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતને 80 રનથી પરાજય આપ્યો હતો. રન પ્રમાણે ટી-20 ક્રિકેટ મેચમાં ભારત માટે આ સૌથી મોટી હાર છે. બીજી તરફ આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં પોતાની છઠ્ઠી સૌથી મોટી જીત નોંધાવી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરોમાં છ વિકેટના નુકસાન પર 219 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમ આ લક્ષ્યને હાસિલ ન કરી શકી અને 19.2 ઓવરોમાં 139 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
બીજી સૌથી મોટી હારઃ આ પહેલા રનના અંતરથી ભારતની સૌથી મોટી હાર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મે 2010માં બ્રિજટાઇનમાં હતી જ્યાં તેનો 49 રનથી પરાજય થયો હતો. હવે નવ વર્ષ બાદ ભારતનો આ રેકોર્ડ તૂટી ગયો છે.
An exciting start to the T20I series! A record total at @WestpacStadium and 5 T20I wins in a row at the venue. Also complete the winning start to the Double-Headers with the @WHITE_FERNS #NZvIND pic.twitter.com/XzcCAlF1IV
— BLACKCAPS (@BLACKCAPS) February 6, 2019
ત્રીજી સૌથી મોટી હારઃ વર્ષ 2016માં ભારતની ધરતી પર નાગપુરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી ટી20 મેચ પણ ભારત માટે ખરાબ રહ્યો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડના હાથે ભારતનો 47 રને કારમો પરાજય થયો હતો. આ ભારતની ત્રીજી સૌથી મોટી હાર હતી.
ચોથી સૌથી મોટી હારઃ તેનાથી એક વર્ષ બાદ 2017માં ગુજરાતના રાજકોટમાં ફરી ન્યૂઝીલેન્ડે ભારતને 40 રનથી પરાજય આપ્યો હતો. આ મેચ રનના અંતરથી ભારતનો ચોથો સૌથી મોટો પરાજય હતો. વિકેટો પ્રમાણે ભારતને ત્રણવાર 9 વિકેટથી હાર મળી છે અને એકવાર વિન્ડિઝે અને બે વાર ઓસ્ટ્રેલિયાએ તેને આ અંતરથી હરાવ્યું છે. ખાસ વાત છે કે આ ત્રણેય મેચ ઘરની બહાર રમાઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે