રોહિત શર્માને કારણે ખતરામાં પડ્યુ આ યુવા ક્રિકેટરનું કરિયર, હવે કોઈ મેચ નથી મળતી
Team India: રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં જ્યારથી ઓપનિંગની જવાબદારી સંભાળી છે, ત્યારથી એક બેટ્સમેનની ટીમમાંથી છુટ્ટી થઈ ગઈ છે. તેનુ કરિયર ખતરામાં આવી ગયુ છે. આ બેટ્સમેન મુરલી વિજય છે
Trending Photos
Team India :ટીમ ઈન્ડિયાના હીટમેન ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને થોડા મહિના પહેલા જ વિરાટ કોહલીની જગ્યાએ ત્રણે ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રોહિતે કેપ્ટનશીપ મળવાની સાથે જ ટીમમાં કેટલાક બદલાવ કર્યા હતા. ખાસ કરીને રોહિત યુવા ક્રિકેટર્સને વધુ તક આપવામા માને છે. પરંતુ એક દિગ્ગજ બેટ્સમેન એવો હતો જે લાંબા સમયથી ટીમની બહાર બેસ્યો હતો. આઘાતની વાત તો એ છે કે, વર્ષોથી ક્રિકેટથી દૂર રહેલા આ ખેલાડીએ હજી સુધી રિટાયર્ડમેન્ટની જાહેરાત કરી નથી.
જલ્દી જ રિટાયર્ડ થશે બેટ્સમેન
થોડા સમય પહેલા માનવામા આવતુ હતુ કે, રોહિત શર્મા સફેદ બોલ ક્રિકેટના સૌથી બેસ્ટ બેસ્ટમેન છે. તો ટેસ્ટમાં રોહિતની બેટ એટલી મજબૂતીથી ટક્કર આપતી નથી. પરંતુ રોહિતે છેલ્લા બે વર્ષથી ટેસ્ટ ક્રિકેટથી દૂરી બનાવી છે. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં જ્યારથી ઓપનિંગની જવાબદારી સંભાળી છે, ત્યારથી એક બેટ્સમેનની ટીમમાંથી છુટ્ટી થઈ ગઈ છે. તેનુ કરિયર ખતરામાં આવી ગયુ છે. આ બેટ્સમેન મુરલી વિજય છે. એક સમયે ટેસ્ટ ટીમમાં સૌથી ઉમદા ઓપનિંગ બેટ્સમેન કહેવાતા એ પ્લેયર ક્રિકેટથી એવો દૂર થયો કે, લોકો તેને યાદ નથી કરતા.
2018 થી ટીમથી બહાર છે
ડિસેમ્બર 2018 માં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ મુરલી વિજયે પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી હતી. તેના બાદ મયંગ અગ્રવાલ અને બાદમાં રોહિત શર્માએ ટીમમાંથી તેમનુ પત્તુ કાપી નાંખ્યુ છે. હવે એવુ લાગે છે કે, વિજયની ટીમમાં ફરીથી ક્યારે વાપસી નહિ થાય. વિજયની જગ્યા લેનાર રોહિત હવે ટેસ્ટ ટીમમાં કેપ્ટન છે, અને તેઓ ખુદ શાનદાર ઓપનર છે.
ટીમ ઈન્ડિયા માટે બનાવ્યા 4 હજાર રન
મુરલી વિજયે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 61 મેચ રમ્યા છે. જેમાં તેમણએ 3982 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમના બોલથી 12 શતક નીકળી હતી. વનડે અને ટી20 ક્રિકેટમાં તેમને વધુ તક મળી નથી, અને ન તો તેઓ ખાસ કંઈ ઉકાળી શક્યા છે. ગત 4 વર્ષથી તેઓ ટીમથી બહાર છે. હવે રોહિત શરમા ને કેએલ રાહુલની પારી જોઈને લાગે છે કે, આગામી સમયમાં પણ મુરલી વિજયને ટીમમાં સ્થાન નહિ મળે.
આ પણ વાંચો : ના હોય... જૂની અંજલી ભાભીને તારક મહેતાના મેકર્સે આપ્યો છે દગો, બે વર્ષ બાદ કર્યો ખુલાસો
દુનિયા આખામાં રોહિતનો ડંકો
રોહિત શર્માને દુનિયાનો બેસ્ટ ઓપનર કહેવુ ખોટુ નથી. વનડે અને ટી20 માં દુનિયામાં રાજ કરનાર રોહિત હવે ટેસ્ટમાં પણ તહેલકા મચાવી રહ્યો છે. રોહિતનુ નામ વનડે ક્રિકેટમાં 3 ડબલ સેન્ચ્યુરીમાં સામેલ છે. હાલના સમયમાં અન્ય કોઈ બેટ્સમેન રોહિતનો આ રેકોર્ડ તોડી શક્યો નથી કે તેના રેકોર્ડના આસપાસ પણ નથી. જેથી રોહિત હીટમેન કહેવાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે