ટીમ ઇન્ડિયાની પસંદગી: કેદારના આશ્ચર્ય પર પ્રમુખ પ્રસાદએ કરી સ્પષ્ટતા

દેવધર ટ્રોફીની વચ્ચે જાધવને ભારત એ ટીમમાં જગ્યા આપવામાં આવી હતી કેમકે પસંદગીકાર્તાએ તેમની વાપસીનો નિર્ણય પહેલા તેની ફિટનેસ ચેક કરવા માંગતા હતા.

ટીમ ઇન્ડિયાની પસંદગી: કેદારના આશ્ચર્ય પર પ્રમુખ પ્રસાદએ કરી સ્પષ્ટતા

નવી દિલ્હી: ફરી એકવાર સ્વસ્થ થઇ ચુકેલા કેદાર જાધવને વેસ્ટ ઇન્ડિઝની સામે બાકીની ત્રણ વન-ડે મેચ માટે ટીમ ઇન્ડિયામાં પસંદગી ન કરવાની જાણકારી ન આપવાની વાત પર મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદે જણાવ્યું હતું કે આ બેટ્સમેનની ઇજાગ્રસ્ત થવાના જૂના ઇતિહાસને કારણે ટીમમાં સિલેક્શન કરવામાં આવ્યું નથી.

દેવધર ટ્રોફીની વચ્ચે જાધવને ભારત એ ટીમમાં જગ્યા આપવામાં આવી હતી કેમકે પસંદગીકર્તાએ તેમની વાપસીનો નિર્ણય પહેલા તેની ફિટનેસ ચેક કરવા માંગતા હતા. ત્રણ રાષ્ટ્રીય પસંદગીકર્તાઓની હાજરીમાં જાધવે 25 બોલમાં 41 રનની મેચ રમી અને પાંચ ઓવર નાથી પોતાનો દાવો સબમિટ કર્યો હતો, પરંતુ દેવધર ટ્રોફી મેચ દરમિયાન જાહેર થયેલી ટીમમાં મહારાષ્ટ્રના આ ખેલાડીને જગ્યા આપવામાં આવી ન હતી.

આપવામાં આવી ન હતી જાણકારી
જાધવને જ્યારે પૂછવામાં આવ્યું કે વેસ્ટ ઇન્ડિઝની સામે બાકી ત્રણ મેચમાં તેમનું સિલેક્શનને લઇને કોઇપણ પ્રકારની જાણકારી આપવામાં આવી છે તો તેણે કહ્યું કે ‘મને તેની જાણકારી નથી.’ પુણેના આ 33 વર્ષના ખેલાડીએ કહ્યું કે ‘જોઇએ છે શું થાય છે, મને આ વિશે જણાવનાર તમે પહેલા વ્યક્તિ છો. મારે તે જોવાની જરૂરીયાત છે કે તેમણે મને કેમ સિલેક્ટ કર્યો નથી. હું ટીમમાં ન હતો માટે મને ખબર નથી કે શું યોજના છે.’

પસંદગીકર્તાઓએ આ રીતે કર્યો બચાવ
પ્રસાદે પસંદગીકર્તાઓનો બચાવ કરતા કહ્યું કે જાધવની વાપસી માટે વધુ ઘરેલું મેચો રમવી પડશે. ‘અમે કેદારની ફિટનેસ અને તેમનો ઇતિહાસને જોઇને તેમનું સિલેક્શન કર્યું નથી. આ પહેલા પણ ઘણા અવસરોમાં તેને સ્વસ્થ થઇ વાપસી કરી હતી પરંતુ ફરી ઇજાગ્રસ્ત થઇ ગયો જે રીતે ગત મહિને એશિયા કમાં થયું હતું.’

ઘણા લાંબા સમયથી ઇજાગ્રસ્ત રહ્યો છે કેદાર
ઉલ્લેખનીય છે કે કેદાર જાધવ લાંબા સમયથી માંસપેશિઓના ખેચાણની સમસ્યાથી લડી રહ્યો છે. આ વર્ષે આઇપીએલમાં ચેન્નાઇ સુપરકિંગ્સની તરફથી રમતા કેદાર જાધવ 7 એપ્રીલે મુંબઇ ઇન્ડિયન્સની સામે પ્રથમ મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ ટૂર્નામેન્ટની બાકી મેચ રમી શક્યો ન હતો. ચેન્નાઇના ઓલરાઉન્ડર ખેલાડી અને મુંબઇની સામે જીતમાં છેલ્લી ઓવરમાં જીત હાંસલ કરાવનાર કેદાર જાધવ માંસપેશિઓના ખેચાણના કારણે ઇન્ડિયન પ્રિમિયર લીગથી બહાર થઇ ગયો હતો. ત્યાર પછી તેણે સર્જરી કરાવી હતી અને ભારતના આયરલેન્ડ-ઇંગ્લેન્ડ પ્રવાસનો ભાગ બની શક્યો ન હતો. ત્યારબાદ તેને અશિયા કપમાં વાપસી કરી હતી પરંતુ ફાઇનલમાં ફરી ઇજાગ્રસ્ત બન્યો હતો.

આ યોજના હતી પસંદગીકર્તાની કેદારને લઇને
પ્રસાદે કહ્યું કે ‘ખરેખરમાં અમે વિચારી રહ્યા હતા કે જો ભારત એ ટીમ આજે જીત હાંસલ કરવામાં સફળ થઇ જાય છે તો કેદારને એક અન્ય મેચ રમવા માટે મળી જશે જેમાં અમે તેની મેચ ફિચનેસનો યોગ્ય અંદાજ કરવાની તક મળી જાય. અમે તેને ચોથી વન-ડે પહેલા (ભારતીય ટીમમાં) એક વધારાના ખેલાડીના રૂપમાં શામેલ કરી શકતા હતા. ખેલાડીઓએ સમજવુ જોઇએ કે ટીમની પસંદગી કરતા સમયે અમે એક પ્રક્રિયાનું અનુસરણ કરીએ છે.’

ખેલાડીઓ સાથે કોમ્યુનિકેશન ગેપની સમસ્યા છે પસંદગીકર્તાઓને
ખેલાડીઓની સાથે કોમ્યુનિકેશન ગેપ પાછલા કેટલાક સમયમાં આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે અને જાધવના મામલે ફરી એકવાર આ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કરૂણ નાયર અને મુરલી વિજયએ કહ્યું હતું કે ટેસ્ટ ટીમથી બહાર કરતા પહેલા પસંદગીકર્તાએ તેમની સાથે વાત કરી ન હતી. આ દાવાને જોકે મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદે નકારી કાઢ્યો છે.

જાધવે ગત મહિને એશિયા કપ દરમિયાન ટીમમાં વાપસી કરી હતી પરંતુ ફાઇનલમાં માંસપેશિઓમાં ખેચાણની સમસ્યા ફરી ઉભ થનાના કારણે બીજીવાર પુનર્વસન કરવું પડ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news