આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારત ટોપ પર યથાવત, કોહલી બીજા સ્થાન પર


ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ સિરીઝમાં ક્લીનસ્વીપ છતાં ટીમ ઈન્ડિયા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે. ભારતના 116 પોઈન્ટ છે, જે બીજા સ્થાને રહેલી ન્યૂઝીલેન્ડથી 6 વધુ છે. 
 

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારત ટોપ પર યથાવત, કોહલી બીજા સ્થાન પર

દુબઈઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝને 0-2થી ગુમાવ્યા બાદ પણ ભારતીય ટીમ મંગળવારે જારી નવા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને યથાવત છે. ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં કેપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાને છે. ભારતીય ટીમના નામે 116 પોઈન્ટ છે, જે બીજા સ્થાને રહેલી ન્યૂઝીલેન્ડથી 6 પોઈન્ટ વધુ છે. ઓસ્ટ્રેલિયા 108 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે પ્રથમવાર કોઈ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

આઈસીસી તરફથી જાહેર કરાયેલી અખબારી યાદી પ્રમાણે સિરીઝની ચાર ઈનિંગમાં માત્ર 38 રન બનાવનાર કોહલી બેટ્સમેનોના રેન્કિંગમાં બીજા સ્થાને યથાવત છે. તે સિરીઝ પહેલા પ્રથમ સ્થાને હતો પરંતુ પ્રથમ ટેસ્ટ મેચ બાદ બીજા સ્થાને આવી ગયો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ પ્રથમ સ્થાને આવી ગયો હતો. તે કોહલી કરતા 25 પોઈન્ટ આગળ છે. રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન ટોમ બ્લંડેલ, તેના ભારતીય સમકક્ષ પૃથ્વી શો અને ફાસ્ટ બોલર કાઇલ જેમિસનને સૌથી વધુ ફાયદો થયો છે. 

— ICC (@ICC) March 3, 2020

બ્લંડેલે સિરીઝની 4 ઈનિંગમાં એક અડધી સદી સાથે 117 રન બનાવ્યા હતા. તે રેન્કિંગમાં 27 સ્થાનના સુધાર સાથે 46માં સ્થાને પહોંચી ગયો છે. ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં 54 રનની ઈનિંગ રમનાર શો 17 સ્થાનના સુધાર સાથે 76માં સ્થાન પર પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને પણ એક સ્થાનનું નુકસાન ઉઠાવવું પડ્યું છે અને તે ચોથા સ્થાને ખસકી ગયો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન ત્રીજા સ્થાને આવી ગયો છે. 

ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ટોપ-10માં જગ્યા બનાવવામાં સફળ રહ્યો, જ્યારે મયંક અગ્રવાલ 1 સ્થાનના નુકસાનથી 11માં સ્થાને પહોંચી ગયો છે. ચેતેશ્વર પૂજારા સાતમાં અને રહાણે નવમાં સ્થાન પર છે. બોલરોમાં મેન ઓફ ધ સિરીઝ સાઉદી ટોપ-5માં પહોંચી ગયો છે. તેણે રેન્કિંગમાં બે સ્થાનનો સુધાર કર્યો અને ચોથા સ્થાને પહોંચી ગયો છે. 

Women's T20 World Cup: સેમિફાઇનલની લાઇનઅપ તૈયાર, ભારત સામે ઈંગ્લેન્ડ તો ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વચ્ચે ટક્કર    

જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ 4-4 સ્થાનોના સુધારની સાથે ક્રમશઃ 7માં અને 9માં સ્થાન પર આવી ગયા છે. બોલરોની યાદીમાં સૌથી વધુ ફાયદો જેમીસનને થયો છે જે 43 સ્થાનના સુધારની સાથે 80માં સ્થાને પહોંચી ગયો છે. તે ઓલરાઉન્ડર ખેલાડીઓની યાદીમાં 35 સ્થાન ઉપર 22માં સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં રવિન્દ્ર જાડેજા ત્રીજા અને અશ્વિન પાંચમાં સ્થાને છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news