Team India માંથી કપાઈ ચુક્યું છે આ ક્રિકેટરનું પત્તુ, હવે IPL ની કારકિર્દી પણ થઈ જશે પુરી!

31 વર્ષની ઉંમરે આ ખેલાડીની કારકિર્દી ખતમ થવાના આરે છે. ટીમ ઇન્ડિયામાંથી આ ખેલાડીનું પત્તુ પહેલેથી જ કાપી નાખવામાં આવ્યું છે અને હવે IPLમાં પણ આ ખેલાડીની કારકિર્દી ખતમ થવાના આરે છે.

Team India માંથી કપાઈ ચુક્યું છે આ ક્રિકેટરનું પત્તુ, હવે IPL ની કારકિર્દી પણ થઈ જશે પુરી!

નવી દિલ્હીઃ 31 વર્ષની ઉંમરે આ ખેલાડીની કારકિર્દી ખતમ થવાના આરે છે. ટીમ ઇન્ડિયામાંથી આ ખેલાડીનું પત્તુ પહેલેથી જ કાપી નાખવામાં આવ્યું છે અને હવે IPLમાં પણ આ ખેલાડીની કારકિર્દી ખતમ થવાના આરે છે. ભારતનો એક ખેલાડી લાંબા સમયથી ફ્લોપ રહ્યો છે જેના કારણે આ ખેલાડીની કારકિર્દી 31 વર્ષની ઉંમરે સમાપ્ત થવાના આરે છે.

મનીષ પાંડે (Manish Pandey) લાંબા સમયથી નબળા ફોર્મમાં ચાલી રહ્યો છે. ઘણી વખત તેને તક આપવામાં આવી છે પરંતુ તે દરેક વખતે ફ્લોપ સાબિત થયો. બુધવારે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી IPL મેચમાં મનીષ પાંડે 17 રને આઉટ થયો હતો.

હવે IPL કારકિર્દી પણ તેના અંતની નજીક છે:
મનીષ પાંડેનું પત્તુ પહેલેથી જ ટીમ ઇન્ડિયામાંથી કાપી નાખવામાં આવ્યું છે અને હવે IPLમાં આ ખેલાડીની કારકિર્દી પણ ખતમ થવાની આરે છે. શ્રીલંકાના તાજેતરના પ્રવાસ પર મનીષ પાસે મોટી તક હતી, પરંતુ ફરી એક વખત તે નિષ્ફળ ગયો. IPL 2021 માં મનીષ પાંડે (Manish Pandey) સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ માટે નબળી કડી સાબિત થઇ રહી છે. મનીષ પાંડેની ફ્લોપ બેટિંગને કારણે સમગ્ર મિડિલ ઓર્ડર બગડી જાય છે, જેના કારણે ટીમને ભારે નુકસાન વેઠવું પડે છે. આ ખેલાડીને એક સમયે ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય માનવામાં આવતો હતો પરંતુ તેનું બેટ મોટે ભાગે શાંત રહ્યું,,,આવી સ્થિતિમાં તેના માટે ટીમ ઇન્ડિયામાં તક મળવી મુશ્કેલ છે. હવે એવું લાગે છે કે સનરાઇઝર્સની ટીમ તેના ખરાબ પ્રદર્શન બાદ તેને વધુ તક નહીં આપે. 

મનીષ પાંડેનો શ્રીલંકા પ્રવાસ પણ ફ્લોપ રહ્યો:
શ્રીલંકા સામેની ત્રણેય વનડેમાં મનીષ પાંડે (Manish Pandey) ને તક આપવામાં આવી હતી પરંતુ તે પોતાની જાતને સાબિત કરી શક્યો ન હતો. તે ત્રણેય મેચમાં નિષ્ફળ રહ્યો હતો. તેણે પ્રથમ મેચમાં 26 રન, બીજી વનડેમાં 37 રન બનાવ્યા હતા, જ્યારે ત્રીજી વનડેમાં 19 બોલમાં 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતો. તેણે જે રીતે પ્રદર્શન કર્યું છે તે જોતા લાગી રહ્યું છે કે તેની કારકિર્દીનો અંત આવી રહ્યો છે.

શું મનીષ પાંડેની કારકિર્દીનો અંત આવ્યો?
મનીષ પાંડેએ ટીમ ઇન્ડિયા માટે શાનદાર ડેબ્યૂ કર્યું હતું. તેણે વર્ષ 2015 માં ઝિમ્બાબ્વે સામે 86 બોલમાં 71 રન બનાવ્યા હતા. આ પછી, બીજા જ વર્ષે, તેણે સિડનીમાં 81 બોલમાં 104 રન બનાવ્યા અને ટીમની જીત સુનિશ્ચિત કરી. પરંતુ તે પછી તે ટીમ ઇન્ડિયાની અંદર અને બહાર જતો રહ્યો. તે ઈજાગ્રસ્ત થતા તેની પાસેથી ઘણી તકો જતી રહી.  તે શાનદાર શરૂઆતને મોટી કારકિર્દીમાં બદલી શક્યો નહીં. આવી સ્થિતિમાં, એવું લાગતું હતું કે આ પોતાની જાતને સાબિત કરવાની તેની છેલ્લી તક હોઈ શકે છે, પરંતુ અહીં પણ તે ફ્લોપ રહ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news