IND vs ENG: ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ક્રિકેટર થયો હતો કોરોના, પણ BCCIએ ઢાંકી રાખ્યું...

જોકે, વિરાટ કોહલી ઇંગ્લેન્ડ પ્રવાસ પર પહોંચતા જ વિરાટ કોહલીને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ખરેખર, ભૂતકાળમાં વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા સાથે માલદીવમાં રજાઓ ગાળવા ગયો હતો. વિરાટ કોહલી માલદીવથી સીધો ઈંગ્લેન્ડ પહોંચ્યો હતો.

IND vs ENG: ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ક્રિકેટર થયો હતો કોરોના, પણ BCCIએ ઢાંકી રાખ્યું...

IND vs ENG: કોરોના મહામારીએ ફરી એકવાર દેખા દીધી છે. ભારતીય ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 1 જુલાઈથી નિર્ણાયક ટેસ્ટ મેચ રમવાની છે. આ ટેસ્ટ મેચ ગત વર્ષની ટેસ્ટ સીરિઝની  પાંચમી અને નિર્ણાયક ટેસ્ટ મેચ છે. કોરોનાના કારણે નિર્ણાયક મેચ ગત વર્ષે ટાળવી પડી હતી. આ મોટી અને મહત્વપૂર્ણ મેચ પહેલા એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે.

ટીમ ઈન્ડિયાનો આ ક્રિકેટર પણ હતો કોરોના પોઝિટિવ 
જોકે, વિરાટ કોહલી ઇંગ્લેન્ડ પ્રવાસ પર પહોંચતા જ વિરાટ કોહલીને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ખરેખર, ભૂતકાળમાં વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા સાથે માલદીવમાં રજાઓ ગાળવા ગયો હતો. વિરાટ કોહલી માલદીવથી સીધો ઈંગ્લેન્ડ પહોંચ્યો હતો.

BCCI એ મામલો સામે આવવા દીધો નહોતો
એક અંગ્રેજી અહેવાલ મુજબ વિરાટ કોહલી ઈંગ્લેન્ડ પહોંચતા જ તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. એક સૂત્રએ વિરાટ કોહલી વિશે જણાવ્યું કે, 'હા, માલદીવમાં રજાઓ ગાળીને પરત ફર્યા બાદ વિરાટ કોહલીને કોરોનાનો શિકાર થયો હતો, પરંતુ હવે તે સ્વસ્થ થઈ ગયો છે.' તમને જણાવી દઈએ કે હાલમાં જ કેટલાક ફેન્સે ઈંગ્લેન્ડમાં વિરાટ કોહલી સાથે સેલ્ફી પણ લીધી હતી.

માસ્ક વગર ફરતા જોવા મળ્યા
કહેવામાં આવી રહ્યું છે કે માલદીવથી પરત આવ્યા બાદ જ કોહલીને કોરોના થયો હતો. પરંતુ, તેમ છતાં તે ખેલાડીઓ સાથે આ પ્રવાસ પર પહોંચ્યો અને બીસીસીઆઈએ પણ આ સમાચાર જાહેર થવા દીધા ન હતા. વિરાટ કોહલી હવે સવાલોના વંટોળમાં છે. કોરોનામાંથી સાજા થયા બાદ પણ તેઓ (કોહલી) માસ્ક વગર લંડનની શેરીઓમાં ફરતો જોવા મળી રહ્યા છે અને ચાહકો સાથે સેલ્ફી લેતી વખતે પણ તેની તસવીરો વાયરલ થઈ છે.

ભારત 1 જુલાઈથી ઈંગ્લેન્ડ સામે રમશે નિર્ણાયક ટેસ્ટ 
તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમે ગત વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ પર 4 ટેસ્ટ મેચમાં 2-1થી લીડ મેળવી હતી. છેલ્લી ટેસ્ટ મેચ કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવી હતી. ભારત આ ટેસ્ટ સીરિઝમાં 2-1થી આગળ છે અને તેણે શ્રેણી પર કબજો કરવા માટે આ મેચ ડ્રો કરવી પડશે. જો ભારત આ સીરીઝ જીતી જશે તો 2007 બાદ પ્રથમ વખત ભારત ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝ જીતવામાં સફળ થશે. ભારતે 1 જુલાઈથી ઈંગ્લેન્ડ સામે નિર્ણાયક ટેસ્ટ મેચ રમવાની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news