રોહિત શર્મા-ડેવિડ વોર્નર બોલ્યા- હાલની પરિસ્થિતિઓમાં ટી20 વિશ્વકપનું આયોજન મુશ્કેલ


ભારત અને ઓસ્ટ્રેલિયાના બે ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને ડેવિડ વોર્નરને લાગે છે કે કોવિડ-19 મહામારીએ વિશ્વમાં જે સ્થિતિ ઊભી કરી છે તેને જોઈને લાગે છે કે આ વર્ષે ટી20 વિશ્વકપની સંભાવના નથી. 
 

રોહિત શર્મા-ડેવિડ વોર્નર બોલ્યા- હાલની પરિસ્થિતિઓમાં ટી20 વિશ્વકપનું આયોજન મુશ્કેલ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર (David Warner)એ કહ્યું કે, કોવિડ-19 (Covid-19) મહામારી વચ્ચે હાલની પરિસ્થિતિઓને જોતા આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ટી20 વિશ્વકપનું આયોજન મુશ્કેલ ચે. આ વૈશ્વિક મહામારીને કારણે વિશ્વભરમાં ક્રિકેટ સાથે જોડાયેલી બધી ગતિવિધિઓ ઠપ્પ પડી છે અને ટી20 વિશ્વકપના આયોજન પર પણ આશંકા છે. 

વોર્નરે ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માની સાથે ઇન્સ્ટાગ્રામ ચેટ (Instagram Live Chat)માં કહ્યું, 'જેવી પરિસ્થિતિઓ છે તેથી આઈસીસી વર્લ્ડ કપનું આયોજન થાય તેમ લાગતું નથી. દરેકને (16 ટીમ) એક સાથે લાવવી મુશ્કેલ થશે.'

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ હજુ તેના પર કોઈ નિર્ણય લીધો નથી. આ વાતચીત દરમિયાન રોહિતે કહ્યું કે, આ વિશ્વકપ બાદ ભારતનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ છે, જે આંતરરાષ્ટ્રીય કેલેન્ડ શરૂ કરવાની એક શાનદાર તક હશે. સીમિત ઓવરોના ભારતીય વાઇસ કેપ્ટને કહ્યું, મને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવાનું પસંદ છે. છેલ્લે અમે જ્યારે જીત્યા (2019) તો તે શાનદાર ક્ષણ હતી. અમને  તમારી ખોટ (સ્મિથ અને વોર્નર) પડી રહી હતી.

'હું પણ દબાણ અનુભવું છું, મને પણ ડર લાગે છે,' જાણો ધોનીએ કેમ કહ્યું?

તેણે કહ્યું, અમારા બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હું આગામી પ્રવાસની રાહ જોઈ રહ્યો છું. આશા છે કે બંન્ને બોર્ડ સિરીઝ કરાવવાની કોઈ રીત શોધી લેશે. વિશ્વ માટે આ ક્રિકેટ ફરી શરૂ કરવાની શાનદાર તક હશે. 

ભારતીય ટીમે પાછલા પ્રવાસ પર ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી હતી. વોર્નરે કહ્યું કે, તે ટીમને હારતી જોઈ ખુદ અસહાય અનુભવ કરી રહ્યો હતો. તેણે કહ્યું, તે સિરીઝને મેદાનની બહાર બેસીને જોવી મુશ્કેલ હતી કારણ કે તમે કંઇ ન કરી શકો. પરંતુ હું તે કહેવા ઈચ્છુ છું કે ભારતની પાસે ડાબા બાથના બેટ્સમેનો વિરુદ્ધ સૌથી સારૂ ફાસ્ટ આક્રમણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news